27 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, ઓક્ટોબર 16, 2024
27 C
Surat
બુધવાર, ઓક્ટોબર 16, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતરાજકોટGondal: નકલી અધિકારીઓ બાદ રાજા પણ નકલી, રાજવી પરિવારે ચોખવટ કરી

Gondal: નકલી અધિકારીઓ બાદ રાજા પણ નકલી, રાજવી પરિવારે ચોખવટ કરી


નકલી અધિકારીઓ બાદ રાજા પણ નકલી આવ્યા છે. જેમાં ગોંડલ સ્ટેટના નામે નકલી રાજા રખડતા હોવાની વાત સામે આવી છે. તેમાં ગોંડલના અસલી મહારાજાને ધ્યાને આવતા ખુલાસો કર્યો છે. મહારાજાના પ્રતિનિધિ તરીકે રાજેન્દ્રસિંહ જાડેજાનો ખુલાસો સામે આવ્યો છે. ગોતા ક્ષત્રિય સંમેલનમાં નકલી યુવરાજ હાજર હતા.

ગોંડલ સ્ટેટના નામે નકલી યુવરાજ હાજર રહેતા ચર્ચા શરૂ થઇ

ગોંડલ સ્ટેટના નામે નકલી યુવરાજ હાજર રહેતા ચર્ચા શરૂ થઇ છે. અસલી ગોંડલ સ્ટેટ યુવરાજ કોઈ સંમેલનમાં હાજર રહ્યા નથી. ભાયાર યદુવેન્દ્રસિંહ પોતાને યુવરાજ ગણાવે છે. જેમાં યદુવેન્દ્રસિંહ પોતાને અસલી યુવરાજ ગણાવે છે. તેમાં નકલી અધિકારીઓ અને ઓફિસરો બાદ રાજા પણ નકલી સામે આવ્યા છે. ગોંડલ સ્ટેટના નામે ફર્જી રાજા રખડતા હોવાની વાત સામે આવી છે. તેમાં ગોંડલના અસલી મહારાજા સાહેબના ધ્યાને વાત આવતા ખુલાસો કર્યો છે. મહારાજા સાહેબના પ્રતિનિધિ તરીકે રાજેન્દ્રસિંહ જાડેજાનો ખુલાસો છે. તેમાં ગોતા ક્ષત્રિય સંમેલનમાં ગોંડલ સ્ટેટના નામે નકલી યુવરાજ હાજર હતા.

 નકલી યુવરાજ સામે કાનુની કાર્યવાહી કરે તેવી શક્યતાઓ પણ દર્શાવાઈ

કોઈ સંમેલનમાં કે કાર્યક્રમમાં અસલી ગોંડલ સ્ટેટ હાજર રહ્યા નથી. 9 પેઢીથી છુટ્ટા પડેલા ભાયાત યદુવેન્દ્રસિંહ પોતાને યુવરાજ ગણાવે છે. તેમાં ગોંડલ સ્ટેટના મહારાજ હિમાંશુસિંહજી એક માત્ર અસલી રાજા છે. ગોંડલનાં સ્વપ્નદ્ર્ષ્ટા રાજવી સર ભગવતસિંહજીને કારણે આજે પણ ગોંડલ રાજ્યની અને રાજવી પરીવારની ખ્યાતિ દેશ વિદેશમાં ફેલાઈ છે. ત્યારે યદુવેન્દ્રસિંહ નામની વ્યકિતએ પોતે ગોંડલ સ્ટેટનાં યુવરાજ તરીકે ઓળખ આપી સમારંભોમાં મહાલતા હોવાની વિગતો સામે આવતા ચકચાર જાગી છે. બીજી બાજુ રાજવી પરિવારે આ વ્યક્તીને નકલી ગણાવી કોઇ પણ જાતનાં સબંધ નથી તેવી ચોખવટ કરી છે. રાજવી પરિવાર નકલી યુવરાજ સામે કાનુની કાર્યવાહી કરે તેવી શક્યતાઓ પણ દર્શાવાઈ છે.

ગોંડલ યુવરાજ તરીકે મોભો જમાવતા હોવાની વિગતો યુટ્યુબ સહિતનાં માધ્યમો દ્વારા બહાર આવી

નકલી ડોક્ટર, કલેકટર,પોલીસ કે પીએ બાદ હવે કોઇ રાજ્યનાં નકલી યુવરાજ તરીકે ઓળખ આપનારા પણ પડ્યા છે અને સમાજને ઉંધા ચશ્મા પહેરાવી રહ્યા છે. તેવી વિગતો બહાર આવતા ગજબ થયો છે. તાજેતરમાં મહેસાણા, ગોતા સહિતનાં કાર્યક્રમોમાં યદુવેન્દ્રસિંહ જાડેજા નામની વ્યક્તિ ગોંડલ યુવરાજ તરીકે મોભો જમાવતા હોવાની વિગતો યુટ્યુબ સહિતનાં માધ્યમો દ્વારા બહાર આવી છે. 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય