સોનું 59 હજારની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું

0

[ad_1]

  • MCX વાયદાએ રૂ. 57,125ની ઓલ-ટાઈમ હાઈ બનાવી
  • વૈશ્વિક કોમેક્સ ખાતે ગોલ્ડે 1,943 ડોલરની ટોચ દર્શાવી
  • વૈશ્વિક બજારમાં ડોલર ઈન્ડેક્સમાં નરમાઈ જોવા મળતી હતી

સોનાના ભાવમાં અન્ડરટોન મજબૂત જોવા મળી રહ્યો છે. વિશ્વ બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં મજબૂતી પાછળ સ્થાનિક બજારમાં ભાવ નવી ટોચ દર્શાવી રહ્યાં છે. ખાસ કરીને નવા સપ્તાહે બે સત્રોમાં ડોલર સામે રૂપિયામાં નરમાઈ પાછળ ગોલ્ડમાં મજબૂતી જોવા મળી છે. મંગળવારે અમદાવાદ બુલિયન બજારમાં સોનું રૂ. 500ના સુધારે 10 ગ્રામના રૂ. 59 હજારની સપાટી પર ટ્રેડ થયું હતું. જ્યારે એમસીએક્સ ખાતે ગોલ્ડ ફ્યૂચર્સ રૂ. 57,125ની સર્વોચ્ચ સપાટી પર જોવા મળ્યો હતો. ડોલર સામે રૂપિયો 28 પૈસા નરમાઈ સાથે 81.70ની સપાટી પર બંધ રહ્યો હતો. સોમવારે પણ તેણે ગોલ્ડ સામે નરમાઈ દર્શાવી હતી. જોકે વૈશ્વિક બજારમાં ડોલર ઈન્ડેક્સમાં નરમાઈ જોવા મળતી હતી.

આગામી 1 ફેબ્રુઆરીએ યુએસ ફેડની બેઠક અગાઉ ગોલ્ડમાં મજબૂતી જોવા મળી રહી છે. જેનું મુખ્ય કારણ સેન્ટ્રલ બેંક તરફથી 25 બેસિસ પોઈન્ટ્સ રેટ વૃદ્ધિની શક્યતા છે. ડિસેમ્બરમાં ફેડે 50 બેસિસ પોઈન્ટ્સ રેટ વૃદ્ધિ કરી ત્યારે માનવામાં આવતું હતું કે ફેબ્રુઆરીમાં પણ તે 50 બેસિસ પોઈન્ટ્સ વૃદ્ધિ દર્શાવી શકે છે. જોકે પાછળથી બહાર આવેલા મેક્રો ડેટાને જોતાં ફેડ 25 બેસિસ પોઈન્ટ્સ વૃદ્ધિ જ દર્શાવે તેવી 80 ટકા શક્યતા હોવાથી ગોલ્ડ મક્કમ જળવાયું છે. ચાલુ કેલેન્ડરની શરૂઆતથી અત્યાર સુધીમાં તે 5 ટકાથી વધુ સુધારો દર્શાવી ચૂક્યું છે. નજીકમાં 1,950 ડોલરનો એક અવરોધ છે. જે પાર થશે તો ગોલ્ડ 1,970 ડોલર સુધીનો ઝડપી સુધારો દર્શાવી શકે છે. ટેક્નિકલ એનાલિસ્ટ્સના મતે ગોલ્ડ ઓવરબોટ ઝોનમાં પ્રકાશ્યું હોવા છતાં હજુ પ્રોફિટ બુકિંગના કોઈ સંકેતો જોવા મળી રહ્યાં નથી. આ સ્થિતિમાં શોર્ટ સેલમાં ઉતાવળ કરવી જોઈએ નહીં. ફેડ તરફથી રેટ વૃદ્ધિ ઘટવા છતાં ફુગાવાનો દર બેંકના કર્મ્ફ્ટ લેવલથી ઉપર જળવાઈ રહેવાની શક્યતાને કારણે હાલમાં ગોલ્ડમાં મોટી વેચવાલીની શક્યતા નથી જોવાઈ રહી. નવેમ્બર શરૂઆતમાં 1,620 ડોલર પર ટ્રેડ દર્શાવી રહેલું ગોલ્ડ પોણા ત્રણ મહિનામાં 330 ડોલરથી વધુ સુધારો દર્શાવી ચૂક્યું છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *