આજે સોના-ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. દેશમાં આજે 29 સપ્ટેમ્બરે રવિવારે સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશમાં આજે 22 કેરેટ ગ્રામ સોનાના ભાવ 71,160 રૂપિયા વેચાઈ રહ્યું છે. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ આજે 77,550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જો કે આગામી દિવસોમાં તહેવારો અને લગ્નસરાને લીધે સોનાના ભાવમાં વધારો થશે.
તહેવારો-લગ્નસરામાં સોના-ચાંદીના ભાવ વધવાની શક્યતા
સોના-ચાંદીની કિંમતોમાં આગામી દિવસોમાં ફરીથી તેજી જોવા મળી શકે છે. તહેવારોની સિઝનમાં આ ધાતુઓની માંગ વધવાથી ભાવ મજબૂત થશે. લગ્નસરા નજીક આવવાને લીધે માંગમાં વધારો થઈ શકે છે .જેમાં ઑકટોબર અને નવેમ્બરમાં સોના અને ચાંદીના ભાવ વધી શકે છે.
મિસ્ડ કોલથી જાણો ભાવ
22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક રેટ જાણવા માટે મોબાઈલ નંબર-8955664433 ઉપર મિસ્ડ કોલ આપી શકો છે. થોડીવારમાં SMSથી નવા ભાવ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટસની જાણકારી માટે www.ibja.co અથવા તો ibjarates.com જોઈ શકો છો.
સોની ખરીદતા પહેલા આ જાણી લો
ISO (Indian Standard Organization) દ્વારા સોનાની શુદ્ધતા ઓળખવા માટે હોલ માર્ક આપવામાં આવે છે.
24 કેરેટ ગોલ્ડ 99.9 ટકા શુદ્ધ હોય છે, અને 22 કેરેટ આશરે 91 ટકા શુદ્ધ હોય છે.
સામાન્ય રીતે સોનું 20 અને 22 કેરેટમાં વેચાતું હોય છે. જ્યારે કેટલાક લોકો દાગીના માટે 18 કેરેટનો ઉપયોગ કરતા હોય છે.
24 કેરેટ સોનાના દાગીના ઉપર 999 અને 23 કેરેટ પર 958 જ્યારે 22 કેરેટ ઉપર 916, 21 કેરેટ ઉપર 875 અને 18 કેરેટ ઉપર 750 લખેલું હોય છે.
22 કેરેટ સોનામાં નવ ટકા અન્ય ધાતુઓ જેવી કે તાંબુ, ઝિંક મિક્સ કરી દાગીના ઘડવામાં આવે છે.
24 કેરેટમાં કોઈ ભેળસેળ હોતી નથી, જેથી આના સોનાના સિક્કા મળે છે, પરંતુ 24 કેરેટ સોનાના દાગીના નથી બનાવાતા. આ માટે દુકાનદાર 18, 20 અને 22 કેરેટ સોનું વેચે છે.