25 C
Surat
Reg. License No. 20/22
રવિવાર, ડિસેમ્બર 29, 2024
25 C
Surat
રવિવાર, ડિસેમ્બર 29, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeબિઝનેસGold Rate Today: 1લી ડિસેમ્બરે સોનાના ભાવ ઘટ્યા, જાણો સપ્તાહમાં કેટલા ઘટ્યા?

Gold Rate Today: 1લી ડિસેમ્બરે સોનાના ભાવ ઘટ્યા, જાણો સપ્તાહમાં કેટલા ઘટ્યા?


વર્ષ 2024નો છેલ્લો મહિનો છે. આજે 1લી ડિસેમ્બર છે. અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે. ત્યારે છેલ્લા ઘણા દિવસથી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે મહિનાના પહેલા દિવસે સોના અને ચાંદીના ભાવમાં કેટલી વધઘટ જોવા મળી છે તે વિશે જાણીએ.

સોનું થયુ સસ્તુ

મહિનાની શરૂઆત સોનું ખરીદનારાઓ માટે સારા સમાચાર આવ્યા છે. જો તમારા ઘરમાં લગ્ન છે અથવા તમે સોનાના ઘરેણાં ખરીદવા માંગો છો, તો સોનું ખરીદવા માટે આ સારો સમય છે. ડિસેમ્બરના પ્રથમ દિવસે સોનું સસ્તું થયું છે. 1 ડિસેમ્બર 2024ના રોજ સોનાની કિંમતમાં 150 રૂપિયાનો ઘટાડો થયો છે. 30 નવેમ્બર 2024ના રોજ સોનું મોંઘુ થઈ ગયું હતું પરંતુ આજે સોનું સસ્તું થઈ ગયું છે.

એક સપ્તાહમાં 1640રૂપિયા ઘટ્યા

રવિવાર, 1 ડિસેમ્બર, 2024 ના રોજ, 24 અને 22 કેરેટની કિંમતમાં 150 રૂપિયાનો ઘટાડો થયો છે. 22 કેરેટ સોનાની કિંમત 71,500 રૂપિયાની નજીક પહોંચી ગઈ છે. 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 78,000 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહી છે. છેલ્લા એક સપ્તાહમાં 24 કેરેટ સોનાની સ્થાનિક કિંમતમાં 1640 રૂપિયાનો ઘટાડો થયો છે.

આજે ચાંદીનો ભાવ

દેશમાં એક કિલો ચાંદીની કિંમત માત્ર 91,500 રૂપિયા છે. છેલ્લા 3-4 દિવસમાં ચાંદીના ભાવમાં 2000 રૂપિયા સુધીનો સુધારો જોવા મળ્યો છે.

સોનું કેમ સસ્તું થયું?

 મોટાભાગના નિષ્ણાતો માને છે કે સોનું એક રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું છે. સહેજ ઉછાળા પછી, તેનો ભાવ ડાઉન જાય છે અને પછી અપ આવે છે. મોટાભાગના કોમોડિટી નિષ્ણાતો માને છે કે વર્ષ 2025માં સોનાની કિંમતમાં વધારો થશે અને 10 ગ્રામ સોનાનો ભાવ 90,000 રૂપિયા સુધી જઈ શકે છે. આવી સ્થિતિમાં વર્ષ 2024નો છેલ્લો મહિનો એટલે કે ડિસેમ્બર સોનું ખરીદવા માટે સારો સમય છે.

શહેરનું નામ  22 કેરેટ ગોલ્ડ રેટ  24 કેરેટ ગોલ્ડ રેટ
દિલ્હી  71,650  78,150
નોઇડા  71,650  78,150
મુંબઈ  71,500  78,000
કોલકાતા  71,500  78,000
અમદાવાદ  71,550  78,050
બેંગલુરુ  71,500 

78,000
જયપુર  71,650  78,150

મિસ્ડ કોલથી જાણો કિંમત

22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક દરો જાણવા માટે, તમે 8955664433 પર મિસ્ડ કૉલ કરી શકો છો. થોડા સમયની અંદર એસએમએસ દ્વારા દરો ઉપલબ્ધ થશે. આ ઉપરાંત, સતત અપડેટ્સ વિશેની માહિતી માટે, તમે www.ibja.co અથવા ibjarates.com ની મુલાકાત લઈ શકો છો. 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય