MGVCL ની કુલ 37 જેટલી ટીમો એ ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વિવિધ મહોલ્લા અને સોસાયટીઓમાં કુલ 1100 જેટલા વીજ જોડાણો ચેક કરી તેમાંથી 55 જેટલા વીજ જોડાણો વીજ ચોરી કરતા રંગે હાથ ઝડપી પાડયા હતા અને રૂ.26 લાખની વીજ ચોરી ઝડપી પાડી હતી.
ગોધરા શહેરમાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા આજ રોજ વહેલી સવારથી શહેરનાં પશ્ચિમ વિસ્તારમાં કોર્પોરેટ કચેરીનાં માર્ગદર્શન હેઠળ વીજ ચેકીંગ ની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જેમાં મધ્ય ગુજરાત વીજ કંપની ની 37 જેટલી ટીમોએ સ્થાનિક પોલીસ ને સાથે રાખી શહેરનાં પશ્ચિમ વિસ્તારમાં જેમાં હયાતની વાડી, ગેની પ્લોટ,ચેતન દાસ પ્લોટ, તહુરા પ્રોટીન, રાંટા પ્લોટ, રબ્બાની મહોલ્લા, સાતપુલ વિસ્તાર,સિગ્નલ ફ્ળિયા,પોલન બજાર, રગડિયા પ્લોટ માં વીજ ચોરી પકડવા અંગે સઘન વીજ ચેકીંગ ની કામગીરી હાથ ધરી હતી.જે ઝુંબેશનાં ભાગ રૂપે MGVCL ની ટીમોએ વિવિધ જગ્યાએ કુલ 1100 જેટલા વીજ જોડાણો ચેક કર્યા હતા. જેમાં 55 જેટલા વીજ જોડાણો માંથી વીજ ચોરી કરતા રંગે હાથ ઝડપાઇ જવા પામ્યા હતા.ત્યારે MGVCL ની વીજ ચેકીંગ ની ટીમો દ્વારા રૂ.26 લાખની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી.