પાંડેસરામાં બનેલી ગેસ લીકેજની ઘટનામાં બાળકીનું મોત, 4 હોસ્પિટલમાં દાખલ

0

[ad_1]

  • ગેસ લીકેજ થતાં એક જ પરિવારના 5 ગૂંગળાયા
  • તમામને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
  • મૃતક અંજલિ ધોરણ આઠમાં અભ્યાસ કરતી હતી

પાંડેસરા ખાતેના શાસ્ત્રીનગરમાં એક મકાનમાં બનેલી ગેસ લીકેજની ઘટનામાં એકજ પરિવારના પાંચ સભ્યોને ગૂગળાણમાં થતા એક કિશોરીનું મોતની નીપજયું હતું. જ્યારે અન્ય ચારને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

મૂળ ઉત્તરપ્રદેશના સુલતાનપુરના વતની શ્રીકાંત યાદવ પત્ની જ્યોતી અને ત્રણ પુત્રી શ્વેતા (ઉ.વ.16), શિવાની (ઉ.વ.13), અંજલી (ઉ.વ.14) અને પુત્ર ચંદન (ઉ.વ.10) સહિતના પરિવાર સાથે પાંડેસરા, વડોદગામમાં આવેલા શાસ્ત્રીનગરમાં રહે છે. શ્રીકાંતના ઘર નજીક જ તેનો ભાઈ મુનીકાંત યાદવ પણ રહે છે. રવિવારે રાત્રે મુનિકાંતની યાદવ નાઇટ શિફ્ટમાં નોકરીએ ગયો હોય તેની પત્ની સંગીતા (ઉ.વ.30) બે નાના બાળકો નેન્સી (ઉ.વ.4) તથા દિવાંશી (ઉ.વ.3) પાસે ઊંઘવા માટે અંજલી અને ચંદન ગયા હતા.

દરરોજ સવારે પાંચ છ વાગ્યા સુધીમાં ઉઠી જતી સંગીતાના ઘરેથી બંને બાળકો પરત નહીં આવતા શ્રીકાંત તેમની તપાસ માટે ત્યાં પહોંચ્યો હતો. ત્યારે ઘરનો દરવાજો બંધ જોઈ કંઈક અજુગતું બન્યું હોવાની શંકા સાથે શ્રીકાંતએ અડોશપડોશના લોકોની મદદથી દરવાજો તોડતા અંદરનું દ્રશ્ય જોઈ ચોકી ઉઠ્યો હતો. રૂમની અંદર અંજલી સહિતના પરિવારના સભ્યો બેભાન હાલતમાં દેખાતા તમામને રૂમમાંથી બહાર કાઢી હોંશમાં લાવવા પ્રયાસ કર્યા હતો. ત્યારબાદ અંજલી સિવાયના તમામ સભ્યો હોંશમાં આવતા તેમને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તબીબોએ અંજલીને મૃત ઘોષિત કરી હતી.

પરિવારના સભ્યોએ કહ્યું હતું કે, મૃતક અંજલિ ધોરણ આઠમાં અભ્યાસ કરતી હતી. દસ બાય દસની રૂમમાં રહેતા ભાઈ મુનિકાંતના ઘરમાં રાત્રી દરમિયાન ગેસ સિલિન્ડરમાંથી લીકેજ થવાના લીધે આ ઘટના બની હોવાનું તેમણે વધુમાં કહ્યું હતું. જ્યારે બનાવની તપાસ કરતા પાંડેસરા પોલીસ મથકના મહિલા પીએસઆઇ પુરાનીએ કહ્યું હતું કે, બનાવની તપાસ ચાલી રહી છે. પીએમ બાદ મૃતક અંજલીના મૃત્યુનું કારણ જાણી શકાશે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *