23.4 C
Surat
Reg. License No. 20/22
રવિવાર, ફેબ્રુવારી 9, 2025
23.4 C
Surat
રવિવાર, ફેબ્રુવારી 9, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતગાંધીનગરGift City: CM ભૂપેન્દ્ર પટેલ 'આપણે ગુજરાતમાં બેઠાં છીએ તેવું લાગવું જોઈએ..',

Gift City: CM ભૂપેન્દ્ર પટેલ 'આપણે ગુજરાતમાં બેઠાં છીએ તેવું લાગવું જોઈએ..',


આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગિફ્ટ સિટી ખાતે AI Centre of Excellence તથા AI Innovation Challengeનો શુભારંભ કરવામાં આવ્યો. ઉદ્ઘાટન પ્રસંગે વિવિધ ઉદ્યોગ સાહસિકોને એવોર્ડ આપવામાં આવ્યા. આ સમારંભ આમંત્રિત મહેમાનોએ જ્યાં અંગ્રેજી ભાષામાં પોતાનું વક્તવ્ય આપ્યું ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતી ભાષામાં વક્તવ્ય કર્યું.

માતૃભાષા પર મૂક્યો ભાર

આપણે ગુજરાતમાં બેઠાં છીએ તેવું લાગવું જોઈએ. AI Centre of Excellenceનો શુભાંરભ પ્રસંગે ઉર્જાવાન નેતૃત્વ ધરાવનાર ભૂપેન્દ્રભાઈએ ગુજરાતીમાં વક્તવ્ય આપતાં આમંત્રિત તમામ મહેમાનો અને પ્રેસ મીડિયા મિત્રોને ગુજરાતી ભાષામાં આવકાર આપ્યો. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે આજે જયારે સરકાર માતૃભાષા પર સરકાર ભાર મૂકે છે અને તમામ Subject માતૃભાષામાં તૈયાર કરવા પર વિચારણા કરી રહી છે. ત્યારે આપણે તો ગુજરાતમાં રહી ગુજરાતી જરૂર બોલવું જોઈએ. મને કેટલાક લોકો એવી ફરિયાદ કરતાં હોય છે કે બહાર જઈએ ત્યારે અંગ્રેજી બોલવું પડે એટલે અમે અંગ્રેજી શીખીએ છીએ. પણ મને ખબર છે હું ભારત બહાર ગયો છું મને કયાંય તકલીફ નથી પડી.

ગુજરાતને AI હબ બનાવવાનો પ્રયાસ

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ભારત તમામ ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યું છે. અને જ્યાં કોઈ ક્ષેત્ર પાછળ હશે ત્યાં તેની સમસ્યાઓનો ઉકેલ લાવવા પ્રયાસ કરી રહ્યા છીએ. PM મોદી કહે છે કે ‘યહી સમય હૈ,’ આજે ભારતની પ્રગતિની વિશ્વએ પણ નોંધ લીધી છે. અને આપણા ગુજરાતીઓતો વિશ્વમાં ખૂણે ખૂણે ફેલાયેલા છે. વિશ્વના બદલાતા પ્રવાહને સમજીને કામ કરવાની પીએમ મોદીની દૂરદેંશીના પગલે ભારતની સાથે ગુજરાત અવિરત આગળ વધી રહ્યું છે. આજે ગુજરાતને ઔદ્યોગિક ક્ષેત્રે AI હબ બનાવવાનો પ્રયાસ હેઠળ આ AI Centre of Excellenceની શરૂઆત કરવામાં આવી રહી છે. આ પ્રકારના સતત નવા આયામો ગિફ્ટ સિટીમાં ઉમેરાતા રહ્યા છીએ.પીએમ મોદીના જે કહેવું તે કરવુંની કાર્યશૈલીના ઉદેશ્ય હેઠળ સાત મહિનામાં AI Centreની રચના થઈ.આજે ટેકનોલોજીનો વ્યાપ વધ્યો છે. અને જમાના સાથે તાલ મિલાવતા રાજ્ય સરકાર પણ AI તકનીકને નાગરિકોને અસરકારક સુવિધા આપવા AI તકનીકનો લોકોના હિતમાં શક્ય તેટલો વધુ ઉપયોગ કરવામાં આવશે.

AI Centre of Excellence

ગવર્નન્સમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના વ્યૂહાત્મક ઉપયોગ કરવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. રાજ્ય સરકાર દ્વારા ટેક્નોલોજી આધારિત ગવર્નન્સ અને સામાજિક-આર્થિક માટે AIના ઉપયોગને લઈને તેની દેખરેખ રાખવા AI ટાસ્ક ફોર્સની રચનાની જાહેરાત કરી. આ ટાસ્ક ફોર્સમાં 10 સભ્યો હશે અને વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના મુખ્ય સચિવ અધ્યક્ષતા કરશે.ટાસ્ક ફોર્સમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IITs) અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફર્મેશન ટેક્નોલોજી (IIITs) ના ડિરેક્ટરો સહિત વિવિધ ક્ષેત્રોના પાંચ નિષ્ણાતોને પણ સામેલ કરાયા છે.અત્યારના આધુનિક યુગમાં ટેકનોલોજીનો ઉપયોગ વધ્યો છે. આથી નાગરિકોને સારી સુવિધા મળે તેમજ સરકારી યોજનાઓ અને સેવાઓનો અસરકાર રીતે ઝડપી લાભ મળી રહે માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ જરૂરી બન્યો હોવાનો રાજ્ય સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યું. અને એટલે જે ગિફ્ટી સિટી ખાતે AI Centre of Excellence તથા AI Innovation Challenge ની શરૂઆત કરવામાં આવી.

AI ટેકનોલોજીને પ્રોત્સાહન

માઈક્રોસોફ્ટ કંપની સાથે હાથ મિલાવી રાજ્ય સરકારે ગિફ્ટ સિટીમાં AI Centre of Excellenceની સ્થાપના કરી .AI તકનીકનો ઉપયોગ કૃષિ ક્ષેત્ર, શિક્ષણ ક્ષેત્ર તેમજ મેડિકલ ક્ષેત્રમાં કરશે. આ ઉપરાતં વ્યાવસાયિક ક્ષેત્રે ઉદ્યોગોમાં પણ મશીન લર્નિંગ જેવી બાબતોમાં એઆઈ તકનીકના ઉપયોગનો વ્યાપ વધારવામાં આવશે.રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગો સાથે નાગરિકોને શ્રેષ્ઠ સુવિધા આપવા તેમજ સેવાઓ પ્રદાન કરવા અને પાયાના સ્તરની સુવિધા પૂરી પાડવા AI ટેકનોલોજીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય