જીઆઇએની ડ્રીમ સિટીમાં લેબોરેટરી શરૂ કરવા માટે જગ્યા લેવાની તૈયારી

0

[ad_1]

  • ડ્રીમ સિટી મેનેજમેન્ટ કમિટી સમક્ષ 16077 ચોરસ મીટર જમીન ખરીદવા પ્રસ્તાવ
  • ઇન્સ્ટિટયૂટ દ્વારા ડ્રીમ સિટી મેનેજમેન્ટ સમક્ષ પણ પ્રસ્તાવ મૂક્યો છે
  • મુંબઇની જેમ સુરતથી પણ હીરાનો વેપાર મોટાપાયે અહીંથી જ કરવામાં આવશે

અમેરિકાની ડાયમંડ ટેસ્ટિંગ કંપની જેમોલોજિકલ ઇન્સ્ટિટયૂટ ઓફ અમેરિકા દ્વારા ખજોદ ખાતે ડ્રીમ સિટીમાં ડાયમંડ ટેસ્ટિંગ, ગ્રેડિંગ અને સર્ટિફિકેશન માટે લેબોરેટરી સહિતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગોઠવવા માટે 16077 સ્ક્વેર મીટર જગ્યા ખરીદવાની તૈયારી બતાવવામાં આવી છે. જે અંગે ઇન્સ્ટિટયૂટ દ્વારા ડ્રીમ સિટી મેનેજમેન્ટ સમક્ષ પણ પ્રસ્તાવ મૂક્યો છે.

હીરાઉદ્યોગનાં સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ ડ્રીમ સિટી ખાતે તૈયાર થઇ રહેલા સુરત ડાયમંડ બુર્સમાં શહેર સહિત મુંબઇ અને વિદેશના હીરાઉદ્યોગકારોએ પણ તેમની ઓફિસો રાખી છે. હાલ ત્યાં ફર્નિચર માટેનું કામ હીરાઉદ્યોગકારો કરાવી રહ્યા છે. સુરત ડાયમંડ બુર્સ એક્ટિવ થયા પછી મુંબઇની જેમ સુરતથી પણ હીરાનો વેપાર મોટાપાયે અહીંથી જ કરવામાં આવશે. આ તમામ બાબતોને ધ્યાને રાખી હીરા અને જ્વેલરી સાથે જોડાયેલી મોટી કંપનીઓએ સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસ રાખી છે. સુરત ડાયમંડ બુર્સ હીરાવેપારનું કેન્દ્ર બની રહેશે તેવી ગણતરીએ અમેરિકન ડાયમંડ ટેસ્ટિંગ કંપની જેમોલોજિકલ ઇન્સ્ટિટયૂટ ઓફ અમેરિકાએ પણ અહીં લેબોરેટરી શરૂ કરવા માટે તૈયારી બતાવી હોવાનું જાણવા મળ્યું છે. જેના માટે ઇન્સ્ટિટયૂટ દ્વારા 16077 ચોરસ મીટર જગ્યા ખરીદવા માટે ડ્રીમ સિટી મેનેજમેન્ટ સમક્ષ પ્રસ્તાવ મૂક્યો છે. જે અંગે હાલ વાટાઘાટ ચાલુ છે અને પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કામ શરૂ કરવામાં આવશે.

વૈશ્વિક કક્ષાએ જીઆઇએ સર્ટિફિકેટ માન્ય

દુનિયામાં તૈયાર કરવામાં આવતા કટ અને પોલિશ્ડ હીરા પૈકી 90 ટકા હીરા સુરતમાં તૈયાર કરવામાં આવે છે જે દેશ-વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવે છે. એક્સપોર્ટ કરવામાં આવતા હીરાની ક્વોલિટી જાણવા માટે સર્ટિફિકેશન જરૂરી છે. જીઆઇએ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકાર્ય હોવાથી હીરાઉદ્યોગકારો મોટાભાગે અહીં સર્ટિફિકેશન કરાવે છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *