Gharchola GI Tag: ગુજરાત રાજ્ય પોતાની વૈવિધ્યસભર અને ઉત્કૃષ્ટ હસ્તકલા માટે વિશ્વ પ્રખ્યાત છે. ગુજરાત રાજ્યને અત્યાર સુધીમાં કુલ 26 GI ટેગ પ્રાપ્ત થયા છે, જેમાંથી 22 GI ટેગ એકલા હસ્તકલા ક્ષેત્ર માટે મળ્યા છે. ત્યારે હવે ભારત સરકારે ગુજરાતની વધુ એક સાંસ્કૃતિક હસ્તકલા વિરાસત ‘ઘરચોળા’ને GI ટેગ આપ્યો છે. આ સાથે ગુજરાતને મળેલા કુલ GI ટેગની સંખ્યા 27 પર પહોંચી ગઈ છે, જ્યારે હસ્તકલા ક્ષેત્રે આ 23મો GI ટેગ મળ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગરવી ગુર્જરીની આ વધુ એક સફળતા છે.