– ભાવનગર અને રાણપુર પોલીસના દરોડા
– રાણપુર પોલીસે સાળંગપુર રોડ પરથી દારૂની એક બોટલ સાથે શખ્સને ઝડપી પાડયો, બોટાલ આપનારનું નામ ખુલ્યું
ભાવનગર : ભાવનગરના ઘોઘારોડ પોલીસે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ત્રણ સ્થળે દરોડો પાડી વિદેશી દારૂની ૭ બોટલ તથા બિયરના ૧૯ ટીન ઝડપી પાડયા હતા. જયારે, જથ્તો રાખનાર બે મહિલા સહિત ત્રણ બુટલેગર નાસી છૂટયા હતા. જયારે, બોટાદની રાણપુર પોલીસે વિદેશી દારૂ સાથે એક શખ્સને પકડી પાડયો હતો. જેને બોટાલ આપનાર શખ્સનું નામ ખુલતાં પોલીસે તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.