આર્મીમેનના નામે ગઠિયાએ પોલીસ જમાદાર સાથે કર્યુ ઓનલાઇન ચીટિંગ

0

[ad_1]

  • OLX પર મકાન ભાડેથી આપવાની જાહેરાત મુકવાનું ભારે પડી ગયું
  • વિશ્વાસ કેળવી બેંક એકાઉન્ટમાં રૂપિયા 45 હજારનું ટ્રાન્જેક્શન કરાવી લીધું
  • મહિધરપુરા પોલીસે 2 શખ્સો સામે સાયબર ક્રાઇમ હેઠળ ગુનો દાખલ કર્યો

આર્મીમેનના નામે ગઠિયાએ પોલીસ જમાદાર સાથે 45 હજારનું ઓનલાઇન ફ્રોડ કર્યુ હતુ. જમાદારે ઓએલએક્સ પર મકાન ભાડેથી આપવાની મુકેલી જાહેરાત જોઇ ઠગબાજે વિશ્વાસ કેળવી નાણાં ઓનલાઇન પડાવી લીધા હતા.

મળતી વિગતો પ્રમાણે રામપુરા પોલીસ લાઇનમાં રહેતા વિકાસ દામુભાઇ નાવીકર (ઉ.વ.58, મુળ ભુસાવલ, મહારાષ્ટ્ર) શહેર પોલીસના હેડ કવાર્ટસ ખાતે એ.એસ.આઇ.તરીકે ફરજ બજાવે છે. સપ્તાહ પહેલાં તેમણે પોતાનું પરવટ પાટિયા, ઓમનગરનું મકાન ભાડેથી આપવાનું હતુ. જે માટે તેમણે ઓએલએક્સ પર વિકાસ નાવીકર નામની આઇડી પરથી મકાનની વિગતો અપલોડ કરી હતી. ગત તા.11મીએ બપોરે 11-3૦ વાગ્યે તેમના મોબાઇલ પર અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો.

કોલ કરનારે પોતાની ઓળખ દિપક પવાર તરીકે આપી હતી. દિપકે પોતે ભારતીય સેનામાં નોકરી કરતો હોવાની અને હાલ ગુવાહાટી નોકરી કરે છે અને સુરત ટ્રાન્સફર થઇ છે એવી વાતો કરી વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ ઓએલએક્સ પર મુકેલું મકાન ભાડેથી લેવા તૈયારી બતાવી હતી. ત્યારબાદ વોટ્સએપ પર પોતાનું આર્મીનું આઇકાર્ડ પણ મોકલી આપ્યું હતુ. આ રીતે વિશ્વાસ કેળવી “મારૂં મકાનનું ભાડું સરકાર તરફથી જ ચૂકવાશે” એમ કહીં સિનિયર ઓફિસર સાથે વાત કરી હતી.

ટ્રાન્જેક્શન બ્લોક થઇ ગયાનું કહીં વધુ નાણાં મંગાતા શંકા ગઇ

ગઠિયાએ “તમારે 45 હજાર ટ્રાન્સફર કરવા પડશે, ઓફિસમાં જાણ થશે કે તમારૂં મકાન ભાડેથી રાખ્યું છે એટલે આ 45 હજાર અને મકાનનું ભાડું-ડિપોઝિટ તમારા બેંક એકાઉન્ટમાં જમા થઇ જશે” એવી ખાત્રી આપી હતી. જમાદાર વિકાસ નાવીકરે ઓનલાઇન 45 હજાર ટ્રાન્સફર કર્યા હતા. ઓનલાઇન ટ્રાન્જકેશન કરતા મોબાઇલમાં ઓમપ્રકાશ દિપાંકર નામ આવ્યું હતુ. પહેલી વખત તો ટ્રાન્જેક્શન ફેઇલ થયું હતુ ત્યારબાદ બે વખતના પ્રયાસમાં 45 હજાર ટ્રાન્સફર થયા હતા. ત્યારબાદ ટ્રાન્જેકશન બ્લોક થઇ ગયાની વાત કરી બીજા 45 હજાર ટ્રાન્સફર કરવાની અને રૂપિયા રિફંડ મળી જશે એવી વાત કરી હતી. છેતરપિંડીનો અહેસાસ થતા પોલીસમાં ફરિયાદ આપી હતી. મહિધરપુરા પોલીસે દિપક પવાર અને ઓમપ્રકાશ દિપાંકર સામે ગુનો નોંધી તપાસ આદરી છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *