વડોદમાં ગેસ ગૂંગળામણથી પરિવારના પાંચ સભ્યો બેભાન થયા : કિશોરીનું મોત

0

[ad_1]

Updated: Jan 29th, 2023

મુનીકાંન્ત યાદવ નાઇટ
ડયુટી પર ગયા ત્યારે પત્ની ત્રણ બાળકો અને ભત્રીજી-ભત્રીજો સાથે રૃમમાં સુતા હતા
ત્યારે દુર્ઘટના

સુરત :

પાંડેસરામાં
વડોદગામમાં શનિવારે રાત્રી દરમિયાન ગેસ લીકેજના કારણે યાદવ પરિવારના પાંચ સભ્યોને
ગુંગળામણ થતાં બેભાન થઈ ગયા હતા. જે પૈકી ૧૪ વર્ષના  કિશોરીનું મોત થયું હતુ. જ્યારે મહિલા અને ત્રણ
બાળકોને સારવાર માટે સિવિલમાં દાખલ કરાયા છે.

નવી
સિવિલથી મળેલી વિગત મુજબ પાંડેસરાના વડોદ ગામના શાી નગરમાં રહેતા મુનીકાંન્ત યાદવ
શનિવારે રાત્રે કંપનીમાં  નોકરીએ ગયા હતા.
તેમની પત્ની સંગીતા (ઉં.વ.૩૦)
,
તેમની પુત્રી દેવ્યાંશી (ઉં.વ.૪), બીજી પુત્રી
નેન્સી (ઉં.વ.૩)
, ભત્રીજી અંજલી શ્રીકાંત યાદવ (ઉં.વ.૧૪) અને
ભત્રીજો ચંદન (ઉં.વ.૧૧) શનિવારે રાત્રે એક રૃમમાં સુઈ ગયા હતા. આ રૃમમાં રસોઈ બનાવવા
માટે ગેસ સિલિન્ડર પણ હતો. તેમાંથી રાત્રી દરમિયાન અચાનક ગેસ લીકેજ થવા માંડયો
હતો. દરમિયાન નજીકમાં રહેતા પરિવારના અન્ય સભ્યો ઘરે આવ્યા હતા ત્યારે સંગીતાએ
દરવાજો નહીં ખોલતા દરવાજો તોડીને રૃમની અંદર ગયા હતા. રૃમમાં ગેસની દુર્ગંધ આવતી
હતી અને પરિવારના પાંચેય સભ્યો બેભાન હાલતમાં હોવાથી ચોંકી ગયા હતા. જેથી તરત
પાંચેયને સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સમાં નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
જ્યાં ફરજ પરના ડૉક્ટરે અંજલીને મૃત જાહેર કરી હતી. જ્યારે સંગીતા અને ત્રણ
બાળકોને સિવિલમાં દાખલ કર્યા છે.

આ અંગે
પાંડેસરાના પી.એસ.આઇ એન.ટી પુરાનીએ કહ્યું કે
, ઘરમાં સુતેલા પૈકી કોઇ વ્યકિતથી ગેસનો
પાઇપ નીકળી જવાથી ગેસ લીકેજ થવા માંડયો હતો. જેથી ગેસ ગૂંગળામણની અસર થવાના લીધે
પાંચેય સભ્યો બેભાન થઇ ગયા હતા. જેમાં અંજલી મોતને ભેટી હતી. સિવિલ ખાતે તેનું
પોસ્ટમોર્ટમ કરનાર ડૉક્ટરે કહ્યું કે
, તેના વિવિધ સેમ્પલના
રિપોર્ટ આવ્યા પછી તેના મોતનું સાચુ કારણ જાણવા મળશે. અંજલી મૂળ ઉત્તર પ્રદેશના
સુલતાનપુરની હતી. તે પાંડેસરાની શાળામાં ધો.૮માં અભ્યાસ કરતી હતી. તેની બે બહેન
અને એક ભાઈ છે. તેના પિતા કંપનીમાં નોકરી કરે છે.

કાકીના નાના બાળકો સાથે કોઇ નહીં હોવાથી અંજલી
સહારો આપવા માટે ગઇ હતી

મુનીકાંન્ત
યાદવની શનિવારે નાઇટ ડયુટી હોવાથી નોકરી ગયા હતા. તેમની પત્ની સંગીતા સાથે ૩
વર્ષની નેન્સી અને ૪ વર્ષની દિવ્યાંશી ઘરે એકલા હતા. જેથી કાકીને સહારો આપવા માટે
પહેલી વખત અંજલી અને ચંદન તેમના ઘરે સુવા આવ્યા હતા. તે સમયે ગેસ લીકેજ થવાથી
અંજલીનું કરૃમ મોત થતા પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હોવાનું તેમના પરિવારના સભ્યોએ
કહ્યું હતુ.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *