23.2 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ફેબ્રુવારી 10, 2025
23.2 C
Surat
સોમવાર, ફેબ્રુવારી 10, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતગાંધીનગરGandhinagar: રાજયની આઉટસોર્સિંગ એજન્સીઓને શ્રમ-કાયદાઓનું માર્ગદર્શન આપવા વર્કશોપનું આયોજન કરાયું

Gandhinagar: રાજયની આઉટસોર્સિંગ એજન્સીઓને શ્રમ-કાયદાઓનું માર્ગદર્શન આપવા વર્કશોપનું આયોજન કરાયું


રાજ્ય સરકારના શ્રમ નિયામક,  કે.ડી.લાખાણીના અધ્યક્ષ સ્થાને ડો.બાબાસાહેબ આંબેડકર ભવન, ગાંધીનગર ખાતે સમગ્ર રાજયની આઉટસોર્સિંગ એજન્સીઓને શ્રમ કાયદાઓનું માર્ગદર્શન આપવા માટે તાજેતરમાં એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વર્કશોપમાં શ્રમયોગીઓના હિતોના રક્ષણ અર્થે વિવિધ શ્રમકાયદાઓ જેવા કે લઘુત્તમ વેતન અધિનિયમ-૧૯૪૮, કોન્ટ્રાકટ મજૂર અધિનિયમ-૧૯૭૦, સમાન વેતન અધિનિયમ-૧૯૭૬, બોનસ ચૂકવણી અધિનિયમ-૧૯૬૫ તથા ગ્રેજ્યુઇટી ચૂકવણી અધિનિયમ-૧૯૭૨ અંગેની સમજૂતી આપવામાં આવી હતી. હાલના સમયમાં સરકારી કચેરીઓમાં GeM પોર્ટલ મારફત ટેન્ડર કરવામાં આવતાં હોઇ, તે બાબતે જાણકારી તથા સેવા આપતી એજન્સીઓની જવાબદારીઓ વિશે માહિતી આપવામાં આવી હતી. આ વર્કશોપમાં રાજ્યભરની લગભગ 300 જેટલી એજન્સીઓ હાજર રહી હતી. 

આ પ્રસંગે કે.ડી.લાખાણી એ વર્કશોપમાં હાજર એજન્સીઓના હોદ્દેદારોને સંબોધિત કરી માર્ગદર્શન પૂરું પાડયુ હતું તથા એજન્સીઓને શ્રમ કાયદાઓ વિષયક મૂંઝવણો તથા વિવિધ પ્રશ્નોની વિગતવાર ચર્ચા કરી તેનું સમાધાન સૂચવવામાં આવ્યું તેમજ કાયદા/ સરકારશ્રીની આ અંગેની સૂચનાઓના અર્થઘટનના લીધે શ્રમયોગીઓને કોઇપણ પ્રકારનો અન્યાય ન થાય તેમજ તેમને મળવાપાત્ર લાભો સમયસર મળી રહે અને કોઇપણ પ્રકારની ફરિયાદોને અવકાશ ન રહે તે માટે તમામ સંબંધિતોએ કાળજી લેવા સૂચના આપવામા આવી હતી. આ પ્રસંગે અધિક શ્રમ આયુક્ત, ડૉ.વાય.એમ.શેખ, વિભાગીય નાયબ શ્રમ આયુક્તઓ, મદદનીશ શ્રમ આયુક્ત તથા શ્રમ આયુકતની કચેરી, ગાંધીનગરના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય