વિક્રમી 5.3 ડિગ્રીમાં ગાંધીનગર ઠુંઠવાયું

0

[ad_1]

Updated: Jan 16th, 2023


મહત્તમ તાપમાન નીચુ રહેવાને કારણે દિવસ દરમ્યાન પણ નગરજનો ગરમવસ્ત્રો પહેરવા મજબુર બન્યાઃઠંડા બર્ફિલા પવનોએ સમગ્ર જિલ્લાને બાનમાં લીધુંઃજનજીવન પ્રભાવિત

ગાંધીનગર :  સમગ્ર રાજ્યમાં શિયાળાની મોસમ જામી હોય તે પ્રકારે જાન્યુઆરી
માસના મધ્યના દિવસોમાં    લોકોને ઠંડી અનુભવવા
મળી રહી છે. આમ તો ઘણા  દિવસથી   વાતાવરણમાં થયેલા ફેરબદલના પગલે ઠંડીનું પ્રમાણ  ધીમેધીમે તીવ્ર થઈ રહ્યું હોય તે પ્રકારે તાપમાનના
પારામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ વાતાવરણની અસર રાજ્યના પાટનગર ઉપર પણ અનુભવવા મળી
હોય તે પ્રકારે ઘણા દિવસથી સવાર થી સાંજ સુધી નગરજનોને ઠંડીના ચમકારાનો અહેસાસ થઈ રહ્યો
છે. ત્યારે સોમવારે ઠંડા પવનની વચ્ચે  ગાંધીનગરમાં
રેકોર્ડબ્રેક ૫.૩ ડીગ્રી ઠંડીનો પારો નોંધાયો છે.

સમગ્ર રાજ્યમાં થોડા દિવસ અગાઉ બદલાયેલા હવામાનના પગલે તાપમાનના
પારામાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો હતો. જેની અસર પાટનગર ઉપર પણ વર્તાઈ હોય તે પ્રકારે
અચાનક જ ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાના પગલે લઘુત્તમ તાપમાનના પારામાં ઘટાડો થવાથી
પાટનગરવાસીઓ ઠંડીનો સામનો કરી રહ્યા હતા. તો ફરીથી  અચાનક જ વાતાવરણમાં પલટો થવાના કારણે મહત્તમ અને
લઘુતમ તાપમાનના પારામાં વધઘટ નોંધાઈ રહી છે. જેની અસર સમગ્ર દિવસ દરમિયાન અનુભવવા મળી
રહી છે. હાલમાં જાન્યુઆરી   માસના મધ્યના દિવસોમાં   આક્રમક ઠંડીની મોસમ જામી હોય તે પ્રકારે ઠંડીનો
સામનો કરવો પડી રહ્યો  છે. ત્યારે ઠંડીએ પણ
જોર પકડયું હોય તે પ્રકારે તાપમાનના પારામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા ઘણા
દિવસથી ઠંડીનો ચમકારો તીવ્ર બનતા  સોમવારે નલીયા
તથા કંડલા બાદ રાજ્યનું સૌથી ઠંડુ શહેર ગાંધીનગર બન્યું છે.  સવારનું તાપમાન ૫.૩  ડિગ્રીએ જ્યારે સાંજનું તાપમાન ૨૫.૨   ડિગ્રી આવીને અટકી ગયું  છે. એક જ દિવસમાં લઘુતમ તાપમાનમાં ૩ ડિગ્રીનો ઘટાડો
થવાના કારણે નગરજનો આક્રમક બની રહેલી ઠંડીમાં 
થરથરી રહ્યા છે. જેની અસર નગરજનોને દિવસ દરમિયાન અનુભવવા મળી  રહી છે.  
દિવસ અને રાત્રિના તાપમાનમાં ૨૦  ડિગ્રીનો
તફાવત નોંધાવા છતાં ઠંડીનું આક્રમણ યથાવત રહેવા પામ્યું છે. ત્યારે રેકોર્ડબ્રેક ઠંડી   ઠંડીમાં ખુલ્લામાં વસવાટ કરતા શ્રમજીવી પરિવારો
તથા પશુ પક્ષીઓની હાલત કફોડી બની જવા પામી છે.  
આગામી દિવસોમાં ઠંડી વધશે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
તો બીજી તરફ પાટનગરવાસીઓને સીઝનની સૌથી વધુ ઠંડીનો સામનો સોમવારે કરવો પડયો હતો.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *