ગાંધીનગર સેશન્સ કોર્ટનો ચુકાદો, દુષ્કર્મ કેસમાં આસારામ દોષિત જાહેર

0

[ad_1]

  • અન્ય 6 આરોપીઓ નિર્દોષ જાહેર કરાયા
  • આ કેસમાં કુલ 68 સાક્ષીઓ રજુ કરાયા
  • જોધપુર જેલમાં આસારામ 9 વર્ષથી કેદ છે

દુષ્કર્મ કેસમાં આજરોજ ગાંધીનગર સેશન્સ કોર્ટ દ્વારા આસારામને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. આ ચુકાદાને લઈને ગાંધીનગર સેશન્સ કોર્ટમાં પોલીસ ગોઠવવામાં આવી છે. કોર્ટ રૂમથી લઈને પરિસર સુધી પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. વકીલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવતીકાલે 11 વાગ્યે કોર્ટમાં આસારામની સજાની સુનાવણી હાથ ધરવામાં આવશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે આસારામ હાલ જોધપુર જેલમાં કેદ હોવાથી તેને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગાંધીનગર સેશન્સ કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. આરોપી આસારામને કલમ 376-બી મુજબ દોષિત જાહેર કરવામાં આવ્યો છે. વકીલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દોષિત જાહેર થયા બાદ આસારામને આજીવન કેદ અથવા 10 વર્ષની કેદની સજા કોર્ટ ફટકારી શકે છે.   

આસારામ સિવાય તમામ આરોપીઓ જામીન મુક્ત

આસારામ સહિત કુલ 7 આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો. જેમાં 6 ઓક્ટોબરના 2013ના રોજ ગુનો નોંધાયો હતો. તથા આસારામ સિવાય તમામ આરોપીઓ જામીન મુક્ત કરવામાં આવ્યા છે. તેમજ આસારામ સામેનાં કેસમાં કુલ 68 જેટલા સાક્ષીઓ છે.

શુ છે સમગ્ર મામલો

આસારામ પર એકથી વધુ યુવતીઓ પર દુષ્કર્મનાં આરોપો લાગ્યા હતા. એક સગીરાના માતાપિતાએ પોલીસ ફરિયાદ કરતાં મધ્યપ્રદેશનાં ઈન્દોરમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ 2018માં દુષ્કર્મ અને અન્ય ગુનાઓ હેઠળ આસારામને આજીવન કેદની સજા થઈ હતી. ત્યારબાદ સગીરા સાથે દુષ્કર્મનાં આરોપમાં જેલમાં બંધ આસારામે કોર્ટ પાસે જામીનની માંગણી કરી હતી.

છેલ્લાં 9 વર્ષથી જેલમાં છે આસારામ

અગાઉ જામીનની અરજીમાં આસારામે કહ્યું કે છેલ્લાં 9 વર્ષથી તે જેલમાં બંધ છે. તેમની ઉંમર 80 વર્ષથી ઉપર થઇ ચૂકી છે. તે ગંભીર બિમારીઓથી પીડિત છે. સુપ્રીમ કોર્ટ તેમની જામીન અરજી પર સહાનુભૂતિ પૂર્વક વિચારી તેમની જામીનનો આદેશ જાહેર કરે જેથી તે પોતાનો યોગ્ય ઇલાજ કરાવી શકે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *