માણસા તાલુકાના ધોળાકુવા ગામ પાસે થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો છે. સમગ્ર કેસમાં પોલીસે મોટી શિહોલી રાહુલ ઠાકોરને ઝડપી પાડયો હતો. મૃતકના રાહુલને મંગેતરને ઈન્ટાગ્રામમાં મેસેજ કર્યા હતા. જેને પગલે મૃતકને મળવા માટે રાહુલ ધોળાકુવા પહોંચ્યો હતો. જ્યાં રાહુલ તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યાનો અંજામ આપ્યો હતો.
મૃતકના મોબાઈલમાં રહેતાં ઈન્સ્ટાગ્રામ મેસેજોને આધારે પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી હતી. જેમાં એક પછી એક કડી જોડતા પોલીસ આરોપી સુધી પહોંચી ગઈ હતી.માણસા તાલુકાના ધોળાકુવા ગામ પાસે શનિવારે રાત્રે ગામના દશરથજી દિલીપજી ઠાકોર 22વર્ષ)ની હત્યા થઈ ગઈ હતી. કરપીણ હત્યાને પગલે જિલ્લા પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસે મૃતક દશરથનો ફોન જોતા ઈન્સ્ટાગ્રામ પર મૃતકે મહેસાણાની કોઈ યુવતીને મેસેજ કર્યા હતા. જેને પગલે પોલીસે શંકાના આધારે આ દિશામાં તપાસ કરી હતી. જેમાં યુવતીની જેની સાથે સગાઈ થઈ થયેલી છે તે યુવક ઘટનાના દિવસે ધોળાકુવા આસપાસ જોવા મળ્યો હોવાની વિગતો મળી હતી. જેને પગલે પોલીસે શંકાના આધારે મોટી શિહોલી ગામના રાહુલ કનુજી ઠાકોરને પૂછફરછ કરી હતી. પોલીસે આગવી ઢબે કરેલી પૂછપરછમાં આરોપીએ હત્યાની કબૂલાત કરી હતી. યુવતીના ઈન્સ્ટાગ્રામ આઈડીનું આઈડી-પાસવર્ડ રાહુલ પાસે રહેતાં હતા. ત્યારે મંગેતરને દશરથે મેસેજ કર્યા હોવાની ધ્યાને પડતાં આરોપી પોતાના સગીર મીત્ર સાથે ધોળાકુવા દશરથને મળવા માટે પહોંચ્યો હતો. જ્યાં તેણે મૃતકને ફરીથી મેસેજ ન કરવા અને પીછો ન કરવા માટે સમજાવ્યો હતો. જોકે બંને વચ્ચે વાત વણસી જતાં રાહુલ પાસે રહેલાં તીક્ષ્ણ હથિયાર વડે દશરથને મોતને ઘાટ ઉતારી દીધો હતો. રાહુલ હત્યા બાદ મોટી શિહોલી ગામે જતો રહ્યો હતો, હત્યા માટે વાપરેલું હથિયાર પોતાના ભાઈ આકાશ કનુજી ઠાકોરને આપી દીધુ હતું. જેને પગલે આકાશે હથીયાર અને આરોપીએ પહેલાં કપડાનો નાશ કર્યો હતો. પુરાવા નાશ બદલ પોલીસે રાહુલના ભાઈ આકાશને પણ ઝડપી પાડયો હતો. હત્યા કર્યા બાદ આરોપી એક્ટિવા લઈને હિંમતનગર તરફ જતો રહ્યો હતો જોકે નંબર વગરનું એક્ટિવા હોવાથી ગાંભોઈ પોલીસે એક્ટિવા ડિટેઈન કર્યું હતુ.એક્ટિવા ડિટેઈન થતાં આરોપી રાહુલ પોતાના સગીર મિત્ર સાથે પરત ચિલોડા આવી ગયો હતો.