ગાંધીનગર મહાનગર પાલિકાએ મિલકત વેરામાં વધારો કર્યો

0

[ad_1]

  • રહેણાંક મિલકતમાં પ્રતિ ચોરસ મીટરે રૂ. 5નો વધારો
  • કોમર્શિયલ મિલકતમાં પ્રતિ ચોરસ મીટરે રૂ. 10નો વધારો
  • બેઠકમાં 52 મુદાઓને સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા

ગાંધીનગર મહાનગર પાલિકાએ આજરોજ મિલકત વેરામાં વધારો જાહેર કર્યો છે. મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજરોજ મળી હતી. આ બેઠકમાં મિલકત વેરામાં વધારો જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જશુ પટેલે જાહેરાત કરી

ગાંધીનગર મહાનગર પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જશુ પટેલે જણાવ્યું હતું કે, આજરોજ ગાંધીનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં 52 જેટલા મુદાઓને સર્વાનુમતે મંજુર કરવામા આવ્યા છે. આ બેઠકમાં સાથે જ ગાંધીનગર મનપાના હદ વિસ્તારમાં આવેલી રહેણાક અને કોમર્શીયલ મિલકતોના વેરામાં વધારો કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. રહેણાંક મિલકતમાં પ્રતિ ચોરસ મીટરે રૂ. 5નો વધારો કરાયો છે જ્યારે કોમર્શિયલ મિલકતમાં પ્રતિ ચોરસ મીટરે રૂ. 10નો વધારો કરવામાં આવ્યો છે.

રખડતા ઢોરોને મુક્ત કરવાના મુદ્દાને મંજુરી ન અપાઈ 

અત્રે ઉલ્લેખનીય છે કે, સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રખડતા ઢોરોને મુક્ત કરવાના મુદ્દાને મંજુરી આપવામાં આવી નહોતી. પરંતુ દુધાળા ઢોર અને સગર્ભા પશુઓ માટે વિશેષ વ્યવસ્થા કરી તેમને છોડવાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત આ બેઠકમાં 18 જેટલા સ્મશાનને રીનોવેશન કરી અદ્યતન કરવા, મોબાઇલ પેથોલોજી વાન તૈયાર કરી તેનો લોકોની સુવિધામાં ઉપયોગ કરવો વગેરે જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી તેને મંજુર કરવામાં આવ્યા હતા.

મિલકતોમાં નામ ટ્રાન્સફર ફીમાં પણ બે સ્લેબ ઉમેરાયા

આ ઉપરાંત ગાંધીનગર મનપાની હદમાં આવતી મિલકતોમાં નામ ટ્રાન્સફર ફીમાં પણ બે સ્લેબ ઉમેરવાનો નિર્ણય લેવાયો છે. રૂ. 25 લાખ કિંમત સુધીની મિલકત પર રૂ. 2 હજાર ટ્રાન્સફર ફી, 25થી 50 લાખ કિંમત સુધીની મિલકત પર રૂ. 4 હજાર ટ્રાન્સફર ફી, 50 લાખથી 1.50 કરોડની કિંમતની મિલકત માટે દસ્તાવેજના 0.2 ટકા ટ્રાન્સફર ફી અને 1.50 કરોડથી વધુ કિંમતની મિલકત પર દસ્તાવેજના 0.4 ટકા ટ્રાન્સફર ફી વસુલવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રાન્સફર ફિથી દર વર્ષે ગાંધીનગર મહાનગર પાલિકાની આવકમાં 20 લાખનો વધારો થશે. 

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *