પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટીનાઓએ ગાંધીનગર જિલ્લા હદ વિસ્તારમાં મિલ્કત સંબંધી બનતા ગુનાઓ અટકાવવા અને શોધી કાઢવા સારૂ આપેલ સૂચના અને એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટર ડી.બી.વાળાના માર્ગદર્શન મુજબ ગાંધીનગરનાં કલોલ વિભાગ વિસ્તારમાં નાઈટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ત્રણ આરોપીની કેબલ ચોરી સાથે ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે 13 ગુનાનો ભેદ ઉકેલ્યો
પોલીસને મળેલ સંયુક્ત બાતમીના આધારે હરણાંઓડા ગામનાં પાટીયાથી કુહાડા સાથે શંકાસ્પદ હાલતમાં આરોપીઓ (૧) અલ્પેશ પ્રહલાદભાઇ દંતાણી (૨) વિપુલ ઉર્ફે લલ્લો દશરથભાઇ દંતાણી (૩) રાહુલ દશરથભાઇ દંતાણી તમામ રહે. ગામ.હરણાંઓડા, તા.માણસા જી.ગાંધીનગર નાઓને પકડી પાડેલ. જે આરોપીઓ ગોઝારીયાથી માણસા જતી કેનાલનાં આસપાસનાં ગ્રામ્ય વિસ્તારના બોરકુવા અને મહેસાણાનાં ગોઝારીયા જી.આઈ.ડી.સી. વિસ્તારને ટાર્ગેટ કરી રાત્રે કેબલ ચોરીને છેલ્લા બે વર્ષથી અંજામ આપતા હતા અને પોલીસે 13 ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
આરોપીઓ કઈ રીતે ચોરી કરતા
આરોપીઓ પોતાના પરિચિત અને સંબંધીની રિક્ષા ભાડેથી લઈ રાત દરમિયાન ગોઝારીયાથી માણસા જતી કેનાલની આસપાસનાં એપ્રોચ રોડ સાથે જોડાયેલ ગ્રામ્યનાં સીમ વિસ્તારમાં આવેલ બોરકુવાનાં કેબલ ચોરીને અંજામ આપી કેનાલ રોડથી કેનાલ પર આવેલ પોતાના ગામ હરણાંઓડા જતા રહેતા જ્યાં કોઈ સીસીટીવી કેમેરા કે પોલીસ પેટ્રોલીગ નહીવત હોય જેથી ચોરી કરવા સરળતા રહેતી તેમજ ગોઝારીયા ગામની જી.આઈ.ડી.સી. પણ આરોપીઓના હરણાંઓડા ગામ પાસે જ હોઈ જ્યાં પણ રાત્રે ચોરીઓને અંજામ આપતા હતા.
ચોરીના ગુનાઓની વિગત
(૧) માણસા પોલીસ સ્ટેશન ગુ.ર.નંબર-૧૧૨૧૬૦૦૯૨૩૦૬૨૫/૨૦૨૩ ઇપીકો ૩૭૯
(૨) માણસા પોલીસ સ્ટેશન ગુ.ર.નંબર-૧૧૨૧૬૦૯૨૩૦૭૬૪/૨૦૨૩ ઇપીકો ૩૭૯
(૩) માણસા પોલીસ સ્ટેશન ગુ.ર.નંબર-૧૧૨૧૬૦૦૯૨૪૦૪૨૮/૨૦૨૪બીએનએસ ૩૦૩(૨)
(૪) માણસા પોલીસ સ્ટેશન ગુ.ર.નંબર-૧૧૨૧૬૦૦૯૨૪૦૫૪૪/૨૦૨૪ બીએનએસ ૩૦૩(૨).
(૫) માણસા પોલીસ સ્ટેશન ગુ.૨.નંબર-૧૧૨૧૬૦૦૯૨૪૦૬૭૮/૨૦૨૪ બીએનએસ ૩૦૩(૨).
(૬) સાત-આઠ માસ અગાઉ ગોઝારીયા ગામની જી.આઇ.ડી.સી. વિસ્તારમાંથી કેબલ ચોરી કરી, જે કેબલને બાળીને તેમાંથી કોપર આશરે ૧૫ કિ.ગ્રા. મેળવેલ.
(૭) સાત-આઠ માસ અગાઉ હરણાંઓડાનાં પ્રજાપતીના ખેતરમા કેબલની ચોરી.
(૮) છ માસ અગાઉ ગોઝારીયા ગામની જી.આઇ.ડી.સી વિસ્તારમાંથી કેબલ ચોરી કરી, જે કેબલને બાળીને તેમાંથી કોપર આશરે ૧૦ કિ.ગ્રા. મેળવેલ.
(૯) એક વર્ષ અગાઉ ટીંટોદણ ગામના ખેતરમાંથી બોરકુવા ઉપર કેબલ ચોરી.