જો વર્ષ 2036માં ઓલિમ્પિકના આયોજન માટે અમદાવાદની પસંદગી થઈ તો ગાંધીનગરમાં કરાઈ પોલીસ અકાદમી પણ ખેલ આયોજનો- સ્પર્ધાઓના અનેક સ્થળો પૈકીનું એક હોઈ શકે છે. ગુજરાત સરકારે અમદાવાદમાં ઓલિમ્પિક- 2036ને ધ્યાને રાખીને મોટેરા, નારાણપુરા અને સાણંદના ગોધાવી સહિતના અનેક વિસ્તારોમાં લાંબા ગાળાના વિકાસ આયોજન તરફ કવાયત આરંભી છે.
એ શંખૃલામાં કરાઈ પોલીસ અકાદમીનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.ઓલિમ્પિક- 2036ના આયોજન માટે ગુજરાત સરકારમાંથી મંત્રી- સેક્રેટરીનું એક ડેલિગેશન નિયમિતપણે ભારત સરકારમાં ગૃહ, સ્પોટર્સ મિનિસ્ટ્રર, સેક્રેટરીઓ તેમજ કેન્દ્રીય ઓથોરિટી સાથે બેઠકો યોજી રહ્યુ છે. જેમાં અમદાવાદ શહેરની બહારના એવા વિસ્તારોમાં જ્યાં પહેલાથી જ ખેલ સ્પર્ધાઓ અંગે વ્યવસ્થાઓ હોય તેના ઉપર નજર દોડાવવામાં આવી છે. જેમાં કરાઈની પોલીસ અકાદમી ઉપર વિચાર થઈ રહ્યો છે. 114 એકરમાં ફેલાયેલી પોલીસ અકાદમીમાં તો પહેલા જ બે સ્ટેડિયમ સહિતની સ્પોટર્સ એક્ટિવિટી કાર્યરત છે. પોલીસ તાલિમની સાથે સાથે રાજ્ય પોલીસ બળમાંથી શ્રોષ્ઠ ખેલાડીઓ અને સ્પાર્ટ્સ એક્ટિવિટી મેનેજમેન્ટ હ્યુમન રિસોર્સ તૈયાર થઈ શકે તે ઉદ્દેશ્યથી બે સ્ટેડિયમ સહિત અનેકવિધ સુવિધાઓ છે. એક સ્ટેડિયમનો દર વર્ષે તાલીમ પામેલા પોલીસના દિક્ષાંત સમારોહ- પાસિંગ પરેડ માટે થાય છે. બીજુ સ્ટેડિયમ એ આઉટડોર છે. જ્યાં ટેબલ ટેનિસ, બેડમિન્ટન, બિલિયર્ડ જેવી સ્પોટ્સ એક્ટિવિટી માટે સંપૂર્ણતઃ વિકસિત એવા કોર્ટ- ગ્રાઉન્ડ પહેલાથી જ કાર્યરત છે. તદઉપરાંત એક વિશાળા સ્વિમિંગ પૂલ પણ છે. અકાદમીમાં ઘોડેસવારી અને વોલિબોલ, ટેનિસ માટે પણ વ્યવસ્થાઓ છે. દોડ, ઊંચી કુદ, લાંબી કૂદ, ભાલા ફેંક, ડિસ્ક્સ થ્રો, શોટ પુટ જેવી એનેક એથલેટ સ્પોર્ટ્સનું આયોજન થઈ શકે તેના માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ છે. ઉપરોક્ત વ્યવસ્થાને પગલે મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, નારાણપુરાના સ્પોટ્સ કોમ્પલેક્સ સહિતના સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ સાથે કરાઈ પોલીસ અકાદમીને કનેક્ટ કરી શકાય તે દિશામાં અભ્યાસ થઈ રહ્યો છે. જેથી આ એક જ એન્કલેવમાં 20થી વધુ ગેઈમ્સનું આયોજન થઈ શકે.