23.4 C
Surat
Reg. License No. 20/22
રવિવાર, ફેબ્રુવારી 9, 2025
23.4 C
Surat
રવિવાર, ફેબ્રુવારી 9, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતગાંધીનગરGandhinagar: ગિફ્ટ સિટીમાં ફિન્ટેક ઇન્સ્ટિટયૂટ તથા સ્ટાર્ટઅપ્સ માટે ઇનોવેશન હબની સ્થાપના

Gandhinagar: ગિફ્ટ સિટીમાં ફિન્ટેક ઇન્સ્ટિટયૂટ તથા સ્ટાર્ટઅપ્સ માટે ઇનોવેશન હબની સ્થાપના


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે ગિફ્ટસિટી ખાતે ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિન્ટેક ઇન્સ્ટિટયૂટ ગિફ્ટ-આઇએફઆઇ તથા ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિન્ટેક ઇન્સ્ટિટયૂટ ઇનોવેશન હબ- ગિફ્ટ-આઇએફઆઇએચનું ઉદ્ઘાટન કરતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં સ્પેસિફિક સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ ઊભી કરવા માટે આ ઇનિશ્યેટિવ્સ શરૂ કરાઈ રહ્યા છે.

ફિન્ટેક ઇનોવેશન હબ યુવા એન્ટરપ્રેન્યોર્સને નવી તકો તથા યંગ પ્રોફેશનલ્સને નવા રોજગારના અવસર પૂરા પાડશે અને આ સ્કિલ તથા ઇનોવેશનથી 2029 સુધીમાં ગુજરાત ગ્લોબલ ફિન્ટેક રિવોલ્યુશનમાં અગ્રણી બને તેવી નેમ હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. ગિફ્ટસિટીના ચેરમેન ડૉ. હસમુખ અઢિયાએ જણાવ્યું હતું કે, ફિન્ટેક સેક્ટરમાં ટૂંકાગાળાની તાલીમ તથા એન્ટરપ્રેન્યોર્સનો યોગ્ય સહયોગ મળી રહે તે માટે આ પ્રકારના ઇનોવેશન હબ તથા ઇન્સ્ટિટયૂટની જરૂરિયાત હતી, જે સાકાર કરાઈ છે. આ ઇનિશ્યેટિવ્સ માટે ગિફ્ટસિટીના ટાવર-ટુમાં 1,800 ચોરસ ફૂટ જગ્યા ફાળવાઈ છે. આ હબમાં સ્ટાર્ટઅપ્સને મેન્ટરિંગ ફેસિલિટી પણ અપાશે.

આ ઇનિશ્યેટિવ્સના પાર્ટનર પ્લેટફોર્મ- પ્લગ એન્ડ પ્લેના સહસ્થાપક જોજો ફ્લોરેસ, આઇઆઇટી- ગાંધીનગરના ડિરેક્ટર રજત મુના અને યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયાના રાજેશ ગુપ્તા તથા એડીબીના ડેપ્યુટી કન્ટ્રી ડિરેક્ટર આરતી મેહરા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

IT પોલિસી હેઠળ નાણાકીય સપોર્ટ અપાશે

રાજ્યના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના અગ્રસચિવ મોના ખંધારે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ફિન્ટેક ઇન્સ્ટિટયૂટમાં તાલીમાર્થીઓને નાણાકીય સપોર્ટ અપાશે, તદુપરાંત રાજ્યની આઇટી પોલિસી હેઠળ ઇનોવેશન હબમાં જોડાનારા સ્ટાર્ટઅપ્સને ઇન્ટરનેટ, બેન્ડવિથ, લેબ, ઇન્ક્યૂબેટર, વગેરે સ્થાપવા માટે તથા મેન્ટરિંગ ફેસિલિટી મેળવવા જરૂરી નાણાકીય પ્રોત્સાહનો પૂરા પાડવામાં આવશે, સાથોસાથ સ્કિલિંગમાં પણ 50 ટકા સબસિડી આપવામાં આવશે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય