અજાણ્યા મોબાઈલ નંબર ધારકે એપ્લીકેશન ડાઉનલોડ કરાવી છેતરપિંડી કરી
ગાંધીધામ: ગાંધીધામનાં યુવાનને ઓનલાઈન વેપારમાં વધુ નફો કમાવવાની લાલચ આપી અજાણ્યા ઈસમોએ તેના મોબાઈલ ફોન પર લિંક મારફતે એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી.જેમાં એપ્લિકેશનમાં રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ અલગ અલગ ખાતામાં યુવાન પાસેથી કુલ ૨૩.૦૮ લાખ રૂપિયા જમા કરાવી બદલામાં ૩૯ હજાર રૂપિયા પરત આપી અને બાકીનાં ૨૨.૬૮ લાખ રૂપિયા પરત ન આપી યુવાન સાથે ઠગાઇ કરતા પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ છે.