19 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ડિસેમ્બર 9, 2024
19 C
Surat
સોમવાર, ડિસેમ્બર 9, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતAhmedabad-Rajkot હાઇવે પર ગમખ્વાર અકસ્માત, 4 સગા દેરાણી-જેઠાણીના મોત, 18 ઈજાગ્રસ્ત

Ahmedabad-Rajkot હાઇવે પર ગમખ્વાર અકસ્માત, 4 સગા દેરાણી-જેઠાણીના મોત, 18 ઈજાગ્રસ્ત


અમદાવાદ રાજકોટ હાઈવે નજીક લીંબડીના શિયાણી ગામ પાસે  વાન અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે. સોમનાથ પિતૃ તર્પણ માટે જતી વખતે અકસ્માતમાં 4 દેરાણી જેઠાણીના મોત નીપજ્યા છે જ્યારે અન્ય 18 લોકો ઘાયલ થયા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર મોડી રાતે ટ્રક અને પીકઅપ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 4 મહિલાઓના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે. જ્યારે અન્ય 18થી લોકો ઇજાગ્રસ્ત થતા થયા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકોના મૃતદેહને પી.એમ અર્થે ખસેડ્યા હતા, જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર, ચોટીલા નજીક આવેલા ગીગાના ઓટલા પાસે ટ્રક અને પિકઅપ વાન વચ્ચે ભયંકર ટક્કર થતાં પીકઅપમાં સવાર 4 મહિલાઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા. આ ગંભીર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં લીમડીના શિયાણી ગામના રેથરિયા કોળી પરિવાર 4 સગા દેરાણી જેઠાણીના મૃત્યુ થયા હતા. નોંધનીય છે કે, આ પરિવાર સોમનાથ પિતૃ તર્પણ માટે જઈ રહ્યો હતો તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય