28 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ઓક્ટોબર 7, 2024
28 C
Surat
સોમવાર, ઓક્ટોબર 7, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતબોટાદના મુખ્ય માર્ગોમાં ખાડાઓ પર ધૂળના ઢગલાઓ કરીને લેવલીંગ કરાતા વેપારીઓમાં રોષ...

બોટાદના મુખ્ય માર્ગોમાં ખાડાઓ પર ધૂળના ઢગલાઓ કરીને લેવલીંગ કરાતા વેપારીઓમાં રોષ | Fury among traders over leveling of ditches in main roads of Botad



– પાકા રોડ બનાવવા બાબતે તંત્રવાહકોનું દુર્લક્ષ્ય 

– મોટા ભાગના રોડ પરના મસમોટા ખાડાઓ અને ગાબડાઓથી પ્રાણઘાતક વાહન અકસ્માતને મળી રહેલું નિમંત્રણ

બોટાદ : દિવસ અને રાત્રી દરમિયાન વાહન વ્યવહારથી સતત ધમધમી રહેલા શહેરના હાર્દસમા માર્ગો ભાંગી તૂટી ગયા છે.ત્યારે નગરપાલિકા દ્વારા ગાબડાઓ અને ખાડાઓ પર ધૂળના ઢગલા કરવામાં આવી રહ્યા હોય તે સામે જાગૃત નાગરીકોમાં વિરોધનો વંટોળ ઉભો થયો છે.

જિલ્લા મથકનો દરજજો મળ્યાને વર્ષોના વહાણા વીતી જવા આવ્યા હોવા છતાં બોટાદ શહેરના મોટા ભાગના રસ્તાઓની હાલત દયનીય થઈ જવા પામેલ છે. શહેરના મોટા ભાગના રોેડ પર ઠેર-ઠેર મસમોટા ખાડાઓ અને ગાબડાઓ પડી ગયા છે જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ત્યાંથી પસાર થવામાં નાકે દમ આવી જાય છે. રોડ પરના ખાડાઓ અને ગાબડાઓને લઈને છાસવારે નાના મોટા વાહન અકસ્માતો સત્તાધીશોની નજર સમક્ષ સર્જાઈ રહ્યા છે. તદ્રન ખખડધજ હાલતના આ રોડ પ્રાણઘાતક અકસ્માતને નિમંત્રણ આપી રહ્યા છે તેમ છતાં ચૂંટાયેલા પદાધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. આજથી થોડા સમય પહેલા પડેલા ભારે વરસાદના કારણે બોટાદના દિનદયાળ ચોક અને રોડની દુર્દશા સર્જાઈ હતી. અત્રે અડધા અડધા  ફૂટના ખાડાઓ અને ટેકરાઓ પડી ગયા હતા.જેને લઈને નગરપાલિકા દ્વારા ધૂળ જેવુ મટીરીયલ્સ પાથરવામાં આવતા ધૂળની ડમરીઓ ઉડવાની સંભાવનાને લઈને રાહદારીઓ અને વાહનચાલકોમાં ફેફસા અને શ્વાસના દર્દો ઉભા થશે.આથી ચિંતીત સ્થાનિક વેપારીઓ મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા અને નગરપાલિકાના કોન્ટ્રાકટર દ્વારા બુલડોઝર લઈને ખાડાઓ પર ધૂળ નાખીને રસ્તાઓનું લેવલીંગ કરાતા દિનદયાળ રોડ  ઉ પર ધસી જઈ લેવલીંગનો વિરોધ કરાયો હતો. આ બાબતે કોન્ટ્રાકટર સાથે વાતચીત બાદ બુલડોઝર રવાના કરાયુ હતુ.દિનદયાળ ચોકમાં વેપારીઓ અને રાહદારીઓનું ટોળુ ભેગુ થતા લોકોમાં તરેહ તરેહની ચર્ચાઓ થઈ રહી હતી.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય