ડુમસ નજીક રૃા.151 કરોડની રેતીચોરી કર્યાના આક્ષેપ સાથે ગ્રામજનોનો મોરચો

0

[ad_1]

Updated: Jan 30th, 2023

– રેતીખનનની મંજુરી અપાતા દરિયાકિનારાને નુકસાન થઇ રહ્યુ
હોવાથી આ પ્રવૃતિ બંધ કરીને મુખ્યમંત્રી દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે

            સુરત

સુરતની
તાપી નદીના મુખમાં ડુમસ નજીક નવસારીની મેસર્સ એમ એમ ઇન્ફ્રા બિલ્ડકોનને બે સ્થળેથી
એક એક લાખ ટન રેતી કાઢવાની ગાંધીનગર જીઓલોજીસ્ટમાંથી મંજુરી આપવામાં આવ્યા બાદ અત્યાર
સુધીમાં અંદાજે રૃા.૧૫૧ કરોડનું રેતી કૌભાડ કર્યાના આક્ષેપ સાથે ગ્રામજનોએ આ પ્રવૃતિ
બંધ કરી તટસ્થ તપાસ કરવા માટે માંગ કરી હતી.

સુરત શહેરના
છેવાડાના ડુમસ અને અન્ય ગ્રામજનોએ આજે કલેકટરાલય ખાતે મોરચો કાઢીને તાપી નદીના મુખમાં
ચાલી રહેલી રેતીખનનની પ્રવૃતિ સામે આજે આક્રોશ વ્યકત કરી રજુઆત કરી હતી. જેમાં મેસર્સ
એમ એમ ઇન્ફા બિલ્ડકોનને રેતીખનની મંજુરી આપવામાં આવતા ડુમસ નજીક બાર્જથી યાંત્રિક બોટ
થી મોટાપાયે રેતીખનન શરૃ કરતા ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ આક્ષેપ
કર્યા હતા કે સીઆરઝેડ વિસ્તારમાં રેતીખનન પર પ્રતિબંધ છે. અને આ કંપની દ્વારા ગેરકાયદે
રેતીખનન અને રેતી વેચાણ કરવા માટે નામ વગરના બાર્જ રાખેલ છે. ફકત બતાવવા ખાતર એક બાર્જ
નંબર અને નોંધણી વાળુ રાખેલ છે. બીજા નંબરનામ વગરના લગભગ ૧૨૫ હોર્સ પાવર કેપીસીટી ધરાવતા
૫૦ ડ્રેજર મશીનો ડુમસ વિસ્તારમાં ચાલી રહ્યા છે. આ મશીનો રેતી ખેંચી નદી કિનારે ખાલી
કરી ટ્રકોમાં ભરી લોકલ માર્કેટ તેમજ મુબઇ સુધી મોકલવામાં આવે છે. ડુમસમાં આવેલ કડિયા
બેટને પણ નુકસાન પહોંચેલ છે. ગ્રામજનોએ વધુમાં આક્ષેપ કર્યા હતા કે બે લાખ ટન રેતીની
ગેરકાનૂની ખોટી મંજુરી સામે લગભગ ૨૮-૩૦ લાખ ટન જેટલો રેતીનો જથ્થો કાઢીને અદાજે ૧૫૧
કરોડની રેતી કૌભાંડ કર્યાની ફરિયાદ કરાઇ છે.

આથી
સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવાની સાથે પર્યાવરણ
, નદી કાંઠાના મનગૃવ અને કડિયા બેટને પણ
નુકસાન થયુ હોવાથી રેતીખનનની પ્રવૃતિ બંધ કરીને 
મુખ્યમંત્રી દ્વારા તટસ્થ તપાસ કરવા માંગ કરાઇ છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *