રૂપિયા 28 હજાર મેળવી બે એજન્ટોએ બેન્કમાં જમા ન કરાવ્યા
ભુજ: ભુજમાં રહેતા મહિલાને બેન્કમાં તેમની સ્કુટરની લોનના બાકી રહેતા ૫૦ હજારની જગ્યાએ ૨૮ હજાર મેળવી સેટલમેન્ટ કરી દેવાના નામે લોન રીકવરી બે એજન્ટોએ નાણા બેન્કમાં ન ભરી છેતરપીંડી વિશ્વાસઘાત કરતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ હતી.
ભુજના મુંદરા રોડ પર ભક્તિપાર્કમાં રહેતા કવિતાબેન મહેશભાઈ રાજપુત નામના મહિલાએ બી ડિવિઝન પોલીસ મથકે આઇડીએફસીબેન્કમાં લોન રીકવરી એજન્ટ તરીકે કામ કરતા દિવ્યરાજસિંહ પરમાર અને યશરાજસિંહ જાડેજા નામના બે યુવકો સામે ફરિયાદ નોંધાવી હતી. બનાવ ગત ૮ એપ્રિલના રોજ બન્યો હતો. ફરિયાદી મહિલાએ એક્સેસ ગાડી લોન પર લીધી હોઇ જેના હપ્તા ચાલુ હતા.