ઓક્સિજન ફ્લો મીટર વેચવાના નામે રૃા. 5.62 લાખની છેતરપિંડી

0

[ad_1]

Updated: Jan 29th, 2023


રાજકોટના વેપારીને ફેસબૂક મારફત માલ મંગાવવાનું ભારે પડયું

રાજકોટ :  વિરાણી ચોકની પાછળ યોગી દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા અને
એસ્ટ્રોન ચોકના આશિષ કોમ્પ્લેક્સમાં સર્જીકલ ઇન્સ્ટ્રુમેન્ટનો વેપાર કરતા કિશોરભાઇ
હીરાચંદભાઈ દોશી (ઉ.વ.૬૯) સાથે રજત અગ્રવાલ નામના શખ્સે ઓક્સિજન ફલો મીટર વેચવાના
બહાને રૃા. ૫.૬૨ લાખની છેતરપીંડી કર્યાની એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

જેમાં કિશોરભાઇએ જણાવ્યું છે કે ૨૦૨૧માં કોરોના કાળ વખતે
તેને ઓક્સિજન ફલો મીટરની જરૃરિયાત હતી. જેથી ફેસબૂક ઉપર જાહેરાત જોઇ બાલાજી
સર્જીકલના રજત અગ્રવાલનો સંપર્ક કરતા તેણે એક નંગનો ભાવ રૃા. ૧૨૫૦  કહ્યો હતો. ઓછામાં ઓછા ૫૦૦ નંગ લેવા પડશે તેમ
પણ કહ્યું હતું.

બધી વાતચીત થયા બાદ તેણે આપેલા બેંક ખાતામાં અને આરટીજીએસથી
કુલ રૃા. ૬.૪૦ લાખ ચૂકવી દીધા હતા. પરંતુ રજત અગ્રવાલે માલ મોકલ્યો ન હતો. કોલ
કરતા વાયદાઓ આપતો હતો. આખરે પૈસાની ઉઘરાણી શરૃ કરતા ગોળ-ગોળ વાતો કરતો હતો.તેણે
તેના બેંક ખાતામાં પહેલી વખત ૫૩ હજાર અને બીજી વખત રૃા. ૨૫ હજાર મોકલ્યા હતા. હજુ
તેની પાસેથી રૃા. ૫.૬૨ લાખ લેવાના હતા. જેમાં ખોટા વાયદાઓ કરતો હતો. જેથી કંટાળીને
તેના વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી હતી. એ ડીવીઝન પોલીસે વિશ્વાસઘાત
, છેતરપીંડીની કલમો
હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *