29 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ઓક્ટોબર 7, 2024
29 C
Surat
સોમવાર, ઓક્ટોબર 7, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતસુરતSurat: જોજો તમારું FSSAI લાઈસન્સ નકલી તો નથી ને!

Surat: જોજો તમારું FSSAI લાઈસન્સ નકલી તો નથી ને!


સુરતમાં FSSAIના લાયસન્સના નામે છેતરપિંડી કરવામાં આવી છે. જેમાં નકલી કર્મચારીઓએ દુકાનદારોને FSSAI લાઈસન્સ આપ્યા હતા. લેભાગુ તત્વોએ યુવતીઓને નોકરી રાખી કામગીરી કરાવી હતી. FSSAIના નામે દુકાનદારો પાસેથી રૂ. 2780 લીધા હતા. તેમાં પોલીસે 2 મહિલા અને એક પુરુષની ધકપકડ કરી છે. તેમજ આરોપી વકીલ રોહનગીરી ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી છે.

કોમલ પરમાર અને શોભના જાલોધરાની ધરપકડ થતા લોકોમાં ચર્ચા શરૂ થઇ

કોમલ પરમાર અને શોભના જાલોધરાની ધરપકડ થતા લોકોમાં ચર્ચા શરૂ થઇ છે. ખાણીપાણીની દુકાનદારોને લાઈસન્સ આપતા હતા. ખાદ્ય સુરક્ષાનું FSSAIનું લાયસન્સ લેવું ફરજિયાત છે. જેમાં શહેરમાં FSSAIના નામે ટોળકી ફરે છે સરથાણા વિસ્તારમાં નકલી ગેંગ સક્રિય થઈ છે. તેમાં FSSAIના લાયસન્સ આપવાના નામે છેતરતી ટોળકી સક્રિય થતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. તેમાં દુકાનદારો પાસેથી રૂપિયા લઇ નકલી કર્મચારીઓ સ્થળ પર જ બોગસ લાયસન્સ અપી દેતા હતા. જેમાં યુવતીઓના પહેરવેશ મનપા કર્મચારીઓ જેવા જ દેખાયા છે. બે યુવતીઓની વિગત દુકાનદારે પોલીસને આપી છે.

ફૂડ સેફટી એન્ડ સ્ટેન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના લાયસન્સ વેપારીઓને આપતા

ખાણીપાણીની દુકાનો અને કરિયાણા સ્ટોરના ધારકોએ લાયસન્સ લેવું ફરજીયાત છે. તેનો લાભ આ લોકો ઉઠાવતા હતા. ખાદ્ય સુરક્ષા અંગેનું FSSAIનું લાયસન્સ લેવું ફરજિયાત છે. જેમાં લેભાગુ ટોળકી દ્વારા યુવતીઓને કામે રાખીને બોગસ લાયસન્સ કાઢી આપતા હતા. લેભાગુ ટોળકીના અનેક લોકો ભોગ બન્યાનું કહેવાય છે. તેમાં સરથાણા પોલીસે મોડે મોડે ફરિયાદ નોંધી છે. જેમાં આરોપી વકીલ રોહનગીરી ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી છે. તથા બે મહિલા કોમલ પરમાર અને શોભના જાલોંધરાની ધરપકડ થઇ છે. તેમાં ફૂડ સેફટી એન્ડ સ્ટેન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના લાયસન્સ વેપારીઓને આપતા હતા.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય