સાવરકુંડલાના સીમરણ ગામની મહિલાનું પ્રસૂતિ બાદ મોત
જાફરાબાદના દરિયામાં હોડી પલ્ટી જતાં માછીમાર, દાંતરડી ગામે વીજશોક લાગતા યુવાને જીવ ગુમાવ્યો, કાચરડી ગામે પરિણીતાએ ઝેર ગટગટાવ્યું
અમરેલી : પ્રાપ્ત વિગત મુજબ
સાવરકુંડલા તાલુકાના સિમરણ ગામની તેજલબેન શૈલેષભાઈ બગડા નામની મહિલાને
પ્રસુતાની પીડા ઉપડતા અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યા
સિજેરિયનથી બાળકનો જન્મ થયેલ હતો. પરંતુ બાદમાં મહિલા બેભાન થઈ ગયેલ હતી અને
અમરેલીની એક ખાનગી હોસ્પિટલે ખસેડાયેલ હતી,
જ્યાં તેમની હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં
ખસેડવામાં આવેલ, જ્યાં
બેભાન હાલતમાજ ગઈકાલે રાતના મોત થયાનું તેમના પતિ શૈલેષભાઈ પાચાભાઈ બગડાએ પોલીસમાં
જાહેર કરેલ હતું.
જાફરાબાદનો નથાભાઇ લખમણભાઈ સોલંકી (ઉ.૪૦) નામનો માછીમાર
ગઈકાલે બપોરે યાંત્રિક મશીન વગરની હોડીમાં માછીમારી કરવા ગયેલ હતો. જાફરાબાદના
જુના પુલ પાસેના દરિયામા માછીમારી દરમ્યાન દરિયાના મોજાથી હોડી ઉંધી વળી જતા
માછીમાર યુવાનનું દરિયાના પાણીમાં પડી જવાથી મોત થયાનું રમેશ લખમણભાઈ સોલંકીએ
પોલીસમાં જાહેર કરેલ હતું.
રાજુલા તાલુકાના દાતરડી ગામે આવેલ ઓમ એકવા ક્લચર જીંગા
ફાર્મમાં મજૂરી કામ કરતા પરપ્રાંતીય વોલ્ટર રંજની તીડું (ઉ.૪૨ રે.ઓરિસ્સા) યુવાનને વીજશોક લાગવાથી મોત નીપજ્યાનું દિલીપ
થોમસ ડાંગે ડુંગર પોલીસમાં જાહેર કરેલ હતું.
લાઠી તાલુકાના કાચરડી ગામના દિલીપભાઈ લાલજીભાઈ ખીચડિયાની
વાડીમાં રહી કામ કરતી પરપ્રાંતીય કિંજલબેન સુભાસભાઈ મુનિયા નામની પરિણીતાને પાણી
ભરવા બાબતે સમજાવતા તેને મનમાં લાગી આવતા વાડીની રૃમમાં કપાસમાં છાંટવાની ઝેરી દવા
પી જતા સારવાર દરમ્યાન મોત નીપજ્યાનું તેમના પતિ સુભાસ કલ્યાણસિંહે દામનગર
પોલીસમાં જાહેર કરેલ હતું.