26 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, ઓક્ટોબર 16, 2024
26 C
Surat
બુધવાર, ઓક્ટોબર 16, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતCongress નેતાએ માફી માંગતા પૂર્વ CM વિજય રૂપાણીએ કેસ પાછો ખેંચ્યો

Congress નેતાએ માફી માંગતા પૂર્વ CM વિજય રૂપાણીએ કેસ પાછો ખેંચ્યો


ગુજરાત વિધાનસભાના તત્કાલિન વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, દંડક સી.જે. ચાવડા અને ઉપનેતા શૈલેષ પરમારે પત્રકાર પરિષદ યોજીને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના કાર્યકાળ દરમિયાન કરોડો રૂપિયાનું જમીન કૌભાંડ આચર્યું હોવાના કથિત આક્ષેપો કર્યા હતા.

ગુજરાતમાં વિજય રૂપાણીની સરકારે કરોડો રૂપિયાનુ જમીન કૌંભાડ આચર્યું હોવાનુ પત્રકાર પરિષદમાં કહેનારા કોંગ્રેસના ત્રણ ધારાસભ્ય, સી જે ચાવડા (હાલમાં સી જે ચાવડા ભાજપમાં છે) શૈલેષ પરમાર અને સુખરામ રાઠવાએ કોર્ટમાં બિનશરતી માફી માગી છે. કોર્ટમાં કહ્યું કે, માત્ર રાજકારણના ભાગ રૂપે આ નિવેદન કરાયું હતું. અમારી પાસે જમીન કૌંભાડના કોઈ આધાર પુરાવા નથી. આ અમારી ભૂલ હતી. કોર્ટમાં બિનશરતી માફી માગ્યા બાદ, ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ, બદનક્ષીની અરજી પાછી ખેંચી લીધી છે.

કોંગ્રેસ નેતાઓએ બદનક્ષીનો દાવો કર્યો હતો

અત્રે ઉલ્લેખનીય છે કે, માર્ચ 2022 માં વિજય રૂપાણીએ કોંગ્રેસના નેતા, ઉપનેતા અને દંડક સામે ગાંધીનગર કોર્ટમાં બદનક્ષીનો દાવો કર્યો હતો. કોંગ્રેસ દ્વારા વિજય રૂપાણીએ સત્તા દરમિયાન કરોડો રૂપિયાનું જમીન કૌભાંડ કર્યાની પત્રકાર પરિષદ કરી આક્ષેપો કર્યા હતા. કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, દંડક સી. જે. ચાવડા અને ઉપનેતા શૈલેષ પરમારે પત્રકાર પરિષદ યોજીને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના કાર્યકાળ દરમિયાન કરોડો રૂપિયાનું જમીન કૌભાંડ આચર્યું હોવાના કથિત આક્ષેપો કર્યા હતા.

જેનાં પગલે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વકીલ મારફતે ગાંધીનગરના 7માં એડિશનલ સિનિયર જજ કે.ડી પટેલની કોર્ટમાં પત્રકાર પરિષદ યોજનાર કોંગ્રેસના નેતાઓ સામે બદનક્ષીનો દાવો કર્યો હતો. જે કેસની પહેલી સુનાવણી 4 માર્ચ 2022 માં ગાંધીનગર કોર્ટમાં યોજાઈ હતી.

માફી માગ્યા બાદ સુખરામ રાઠવાનું નિવેદન

રાઠવાએ જણાવ્યું કે, વર્ષ 2022માં રાજકોટ તરફના કેટલાક દૈનિક પત્રોમાં વિજય રૂપાણી સામે આક્ષેપો કરતા સમાચાર પ્રસિદ્ધ થયા હતા. અને એ સમાચારોને ધ્યાનમાં રાખીને મેં એક વિરોધ પક્ષના નેતા તરીકે ફરજના ભાગરૂપે પેપર કટીંગનો સહારો લઈને હું તથા શૈલેષભાઈ પરમાર અને સી. જે. ચાવડા ત્રણેય ભેગા થઈને એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. અમે પેપરમાં છપાયેલ સમાચાર સાચા છે કે ખોટા તે જાણ્યા વગર ઉતાવળથી પ્રેસ કોન્ફરન્સ કરી હતી. મને લાગે છે કે એ વખતે અમારી થોડી ભૂલ થઈ ગઈ હતી. આ બાબતમાં રૂપાણી સાહેબને ખોટુ લાગ્યું હતું અને અમારી સામે ડિફરમેશનનો દાવો માંડ્યો હતો. જે બાદ રૂપાણી સાહેબ અમને મળ્યા અને અમારાથી ભૂલ થયેલ હોવાનું જણાવતા રૂપાણી સાહેબએ અમને માફ કરીને કેસ પાછો ખેંચ્યો હતો.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય