બ્રિટનમાં કોલકાતાનો સ્વાદનો ચસ્કો લાગ્યો, વિદેશીઓ 'ભેલપુરી'ના દિવાના થયા

0

[ad_1]

  • બ્રિટિશ વ્યક્તિ ભારતની મુલાકાતે આવ્યો ત્યારે ભારતની ભેલપુરીના પ્રેમમા પડ્યો
  • બ્રિટનની સડકો પર ઝાલમુડી (ભેલપુરી) વહેંચીને જીવન-ગુજરાન શરૂ કર્યું
  • ભેલ વેચનાર વ્યક્તિની ઓળખ એંગસ ડેનૂન તરીકે થઈ છે જે એક શેફ છે

વિશ્વભરમાં તમારી સંસ્કૃતિની લોકપ્રિયતા જાણવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે તમારા સ્થાનિક ખોરાકને દેશ-વિદેશની શેરીઓમાં વેચવામાં આવે છે. બ્રિટનની સડકો પર ઝાલમુડી (ભેલપુરી) વેચાતી જોવી એ પુરાવો છે કે ભારતની સંસ્કૃતિ આખી દુનિયામાં ફેલાઈ ગઈ છે. બ્રિટનની સડકો પર ભેલપુરી વેચતા એક વૃદ્ધનો વીડિયોએ કેટલાક લોકો સ્તબ્ધ થઈ ગયા છે. ભેલપુરી એ ભારતમાં એક લોકપ્રિય નાસ્તો છે જે દેશના મોટાભાગના ભાગોમાં લોકો દ્વારા પસંદ કરવામાં આવે છે.

આ વીડિયો દુનિયાના અલગ-અલગ દેશોમાં સ્થાયી થયેલા ભારતીયોના મોંમાં પાણી લાવી શકે છે. એવું કહેવાય છે કે, બ્રિટિશ વ્યક્તિ ભારતની મુલાકાતે આવ્યો ત્યારે ભારતની ભેલપુરીના પ્રેમમા પડી ગયો હતો. ભેલ વેચનાર વ્યક્તિની ઓળખ એંગસ ડેનૂન તરીકે થઈ છે જે એક શેફ છે. આ વીડિયો લંડનના ધ ઓવલનો છે જેમાં તે ભેલપુરી વેચતો જોવા મળી રહ્યો છે. ભેલપુરીને ભારતના પૂર્વ ભાગમાં ‘ઝાલમુડી’ કહેવામાં આવે છે.

અંગસ ડેનૂન કોણ છે?

ડેનૂન ભૂતપૂર્વ બ્રિટિશ શેફ છે. 2019 વર્લ્ડ કપ દરમિયાન તેનો ઓવલની બહાર કુગર કોન પર ‘ઝાલમુડી’ વેચતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ પછી તે ઈન્ટરનેટ સેન્સેશન બની ગયો હતો. ડેનૂન 2005માં ભારતની મુલાકાત દરમિયાન કોલકાતામાં લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ ઝાલમુડીના પ્રેમમાં પડ્યો હતો. તેમના વતન યુકે પરત ફર્યા પછી તેમણે તેમની પૂર્ણ-સમયની નોકરીમાંથી રાજીનામું આપી દીધું અને ઝાલમુડી વેચવાનું શરૂ કર્યું હતું.

નોકરી છોડીને ભેલપુરી વેચી

આજે તે ઝાલમુડી અને અન્ય ભારતીય સ્ટ્રીટ ફૂડ જેમ કે પાણીપુરી, લસ્સી અને ચા વગેરે વેચવાનો ખૂબ જ સફળ બિઝનેસ ચલાવે છે. તેની સાથે તેની રોડસાઈડ વાન પણ જોઈ શકાય છે જેના પર લખ્યું છે- Everybody Love, Love JhalMuri Express.ભારતીયો માટે લંડનમાં તેમના દેશનો સ્વાદ ન માણવા માટે ડેનૂન એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *