ભાવનગરની રાજધાની ટ્રાવેલ્સ બસમાંથી વિદેશી દારૂ ઝડપાયો

0

[ad_1]

– મુંબઈની વાઈન શોપમાંથી મહિલા અને શખ્સ દારૂ ખરીદી ભાવનગર લાવી રહ્યા હતા

– પીપળી હાઈવે પર બસ ઉભી રખાવી ડેકીમાંથી એક લીટરની 72 બોટલ સાથે ભાવનગરના શખ્સ અને મુંબઈની મહિલાની ધરપકડ

ભાવનગર : ભાવનગરની રાજધાની ટ્રાવેલ્સ બસમાં વિદેશી દારૂનો જથ્થો લઈને આવી રહેલી મુંબઈની મહિલા અને ભાવનગરના શખ્સને પીપળી હાઈવે પરથી પોલીસે ઝડપી લીધા હતા. આ બન્ને જણે મુંબઈની વાઈન શોપમાંથી દારૂ ખરીદ્યો હતો અને ભાવનગરમાં છુટક વેંચવા માટે લાવી રહ્યાની કબૂલાત આપી હતી.

બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતથી ભાવનગર તરફ જતી રાજધાની ટ્રાવેલ્સની લકઝરી બસ નં.જીજે.૦૪.એટી.૯૮૩૭માં એક મહિલા અને શખ્સ વિલાયતી દારૂનો જથ્થો લઈને આવી રહ્યાની બાતમીના આધારે ધોલેરા પોલીસે મધરાત્રિના સમયે પીપળી ગામે હાઈવે રોડ પર વોચ રાખી રાજધાની ટ્રાવેલ્સની બસને રોકી ડેકીમાં તલાશી લેતા અંદર રહેલ પ્લાસ્ટિકના ત્રણ મોટા થેલામાંથી વિદેશી દારૂની એક લીટરની ૭૨ બોટલ (કિ.રૂા.૪૯,૩૨૦) મળી આવ્યો હતો. જેથી પોલીસે દારૂનો જથ્થો કબજે કરી ડ્રાઈવર કેબીનમાં બેસેલો શખ્સ સુરેશ સુભાષભાઈ મકવાણા (ઉ.વ.૨૨, રહે, ગુંદા ગામ, તા.બરવાળા, હાલ કેસરીનંદન સોસાયટી, રાજમંદિર પાનના ગલ્લાની સામે, આખલોલજકાતનાકા, ભાવનગર) અને શારદાબેન રોહિતભાઈ બુટિયા (ઉ.વ.૩૭, રહે, બાજરડા, તા.ધંધુકા, હાલ સંભાજીનગર, આર્કુલી રોડ, ચાલી નં.૧૮, કાંદીવલી ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર)ને ઝડપી લઈ બન્ને પાસેથી બે મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા.

આ બન્નેએ પોલીસ પૂછતાછમાં એવું જણાવ્યું હતું કે, તેમણે મુંબઈના બકરા અડ્ડા, રેલવે સ્ટેશન સામે, ભાયખલ્લા રોડ નં.૧ નજીક આવેલ સેવનઅપ વાઈન શોપમાંથી વિલાયતી દારૂ ખરીદ્યો હતો અને રાજધાની ટ્રાવેલ્સમાં દારૂના ત્રણેય થેલા મુકી ભાવનગર જતા હતા. જ્યાં આ વિલાયતી દારૂનું છુટકમાં વેંચાણ કરવાના હતા.

ઘટના અંગે ધોલેરા પોલીસે મહિલા અને શખ્સ સામે આઈપીસી ૬૫-એ, ૬૫ (ઈ), ૧૧૬-બી, ૮૧ મુજબ ગુનો નોંધી બન્નેના કોરોના રિપોર્ટ કરવાની તજવીજ હાથ ધરી હતી.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *