રાજકોટમાં સતત બીજા દિવસે ઠંડી વધી: 7.3 ડિગ્રીથી લોકો ઠૂઠવાયા

0

[ad_1]

  • વધતી ઠંડીમાં વહેલી સવારે અને મોડી રાત્રે બહાર ન નીકળવું હિતાવહ
  • હૃદયરોગ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશરના દર્દીઓએ રાખવી ખાસ કાળજી
  • ભૂલકાઓ, શાળાના વિદ્યાર્થીઓ ઠંડીમાં ઠુંઠવાતા શાળાએ પહોંચ્યા

રાજકોટમાં સતત બીજા દિવસે તાપમાનનો પારો નીચો જતા ઠંડીમાં વધારો થયો છે શહેરમાં સીઝનનું સૌથી નીચું 7.3 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો ધ્રુજી ઉઠ્યા હતા.

રાજકોટ શહેરમાં મકરસંક્રાંતિના દિવસે લઘુતમ તાપમાન 10 ડિગ્રી નોંધાયા બાદ 15 મી જાન્યુઆરીએ તાપમાન નો પારો ગગડીને 8 ડિગ્રીએ પહોંચી ગયો હતો જે બાદ 16 મી જાન્યુઆરીએ ઠંડીમાં ઘટાડાને બદલે ઠંડી વધતા શહેરીજનો ઠુંઠવાઈ ગયા હતા. આજે શહેરમાં 7.3 ડીગ્રી ઠંડી નોંધાઈ છે. જેને લીધે વહેલી સવારે રસ્તાઓ સૂમસામ જોવા મળ્યા હતા. ભારે ઠંડીને કારણે લોકોએ ઘરમાં જ રહેવાનું પસંદ કર્યું હતું દરમિયાન જે લોકો હૃદય રોગ, ડાયાબિટીસ કે બ્લડ પ્રેશરની બીમારીથી પીડાય છે તેઓને શિયાળાની કડકડતી ઠંડીમાં વહેલી સવારે અને મોડી રાત્રે બહાર કામ વિના ન નીકળવું જોઈએ.

ભૂલકાઓ, વિદ્યાર્થીઓ ઠંડીમાં ઠુંઠવાતા શાળાએ પહોંચ્યા

રાજકોટમાં સતત પડતી ભારે ઠંડી વચ્ચે આજે વહેલી સવારે ભૂલકાઓ અને વિદ્યાર્થીઓને ઊંઘમાંથી ઊઠવામાં આળસ થઈ હતી. જોકે તેમ છતાં તેઓ ઠુંઠવાતા શાળાએ પહોંચ્યા હતા.

વોકિંગ, જોગિંગ, સાયકલિંગ કરનારાઓની સંખ્યામાં ઘટાડો

રાજકોટ શહેરમાં પડતી ભારે ઠંડીને કારણે રેસકોર્સ રીંગરોડ પર આજે વોકિંગ, જોગિંગ અને સાયકલિંગ કરનારા ની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો? જો કે તેમાં ખાસ કરીને સિનિયર સિટીઝનો ની સંખ્યા ઘટી હતી.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *