ગણતંત્ર દિવસની પરેડમાં પ્રથમ વખત ફક્ત સ્વદેશી હથિયારોનું જ પ્રદર્શન થશે

0

[ad_1]

  • દિલ્હીના કર્તવ્ય પથ પર પ્રથમ વખત અગ્નવીરો જોવા મળશે
  • સલામી માટે 105 એમએમની ભારતીય ફીલ્ડ ગનનો ઉપયોગ થશે
  • પરેડમાં સશસ્ત્ર દળોની 8 માર્ચિંગ ટુકડીઓ સામેલ થશે

ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે આ વખતનો ગણતંત્ર દિવસ ઘણી રીતે ખાસ રહેવાનો છે. 26 જાન્યુઆરીએ યોજાનારી પ્રજાસત્તાક દિવસની પરેડમાં પ્રથમ વખત માત્ર સ્વદેશી શસ્ત્રો જ પ્રદર્શિત કરવામાં આવશે. એટલે કે ભારતીય સેનામાં સામેલ કરવામાં આવેલા અને સંપૂર્ણપણે ભારતમાં બનેલા હથીયારો અને સૈન્ય વાનાઓનોને જ પ્રદર્શિત કરવામાં આવશે. આ વખતે 21 ફાયરની સલામી માટે ઉપયોગમાં લેવાતી 25 પાઉન્ડર ગનને પણ હટાવવામાં આવી રહી છે. તેના બદલે 105 એમએમની ભારતીય ફીલ્ડ ગનનો ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત ઇજિપ્તની સૈન્ય ટુકડીની ઝલક પણ ડ્યુટી પથ પર જોવા મળશે. આ વખતે ગણતંત્ર દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસીને આમંત્રણ આપવામાં આવ્યું છે.

મહિલા અધિકારીઓ પણ મહિલા શક્તિનો ઉત્તમ નમુનો પૂરો પાડશે

સ્વદેશી શસ્ત્રો ઉપરાંત બીજી ઘણી બાબતો પ્રજાસત્તાક દિવસની પરેડએ ખાસ બનાવશે. આ વખતે દિલ્હીના કર્તવ્ય પથ પર અગ્નવીરો પણ જોવા મળશે. આ ઉપરાંત ઇજિપ્તની સેનાની ટુકડીના મહિલા સૈનિકો, બીએસએફની ઊંટ ટુકડી અને નૌકાદળની ટીમનું નેતૃત્વ કરી રહેલી મહિલા અધિકારીઓ પણ મહિલા શક્તિનો ઉત્તમ નમુનો પૂરો પાડશે. લગભગ 4 દાયકાઓ સુધી દેશની સેવા કરનાર નેવીનું IL-38 એરક્રાફ્ટ પ્રજાસત્તાક દિવસની પરેડ પછી ઇતિહાસ બની જશે.

પરેડ સવારે 10:30 વાગ્યે દિલ્હીના વિજય ચોકથી શરૂ થશે 

ગુરુવારે યોજાનારી પરેડને લઈને મેજર જનરલ ભાવનીશ કુમારે કહ્યું હતું કે, પરેડ સવારે 10:30 વાગ્યે દિલ્હીના વિજય ચોકથી શરૂ થશે અને ત્યારબાદ સૈનિકો લાલ કિલ્લા સુધી કૂચ કરશે. મેજર જનરલે વધુમાં જણાવ્યું હતું કે આ વખતે કર્તવ્ય પથ પર પ્રદર્શિત કરવામાં આવનાર તમામ શસ્ત્રો સ્વદેશી નિર્મિત હશે. તેમણે વધુમાં કહ્યું હતું કે આ વખતે સશસ્ત્ર દળોની 8 માર્ચિંગ ટુકડીઓ સામેલ થશે. જેમાંથી 6 ટુકડીઓ આર્મીની અને એરફોર્સ અને નેવીનો એક-એક ટુકડી સામેલ હશે. આ વખતે પરેડમાં કુલ 16 સૈન્ય એકમો ભાગ લેશે. તેમાં પોલીસ અને અર્ધલશ્કરી દળોનો પણ સમાવેશ થાય છે.

25 પાઉન્ડર ગન બ્રિટિશ યુગની છે 

આ વખતે 21 ફાયરની સલામીમાં ઉપયોગમાં લેવાતી 25 પાઉન્ડર ગનને બદલે ભારતમાં નિર્મિત 105 એમએમની ભારતીય ફીલ્ડ ગનનો ઉપયોગ કરવામાં આવશે. 25 પાઉન્ડર ગન બ્રિટિશ યુગની છે અને બીજા વિશ્વયુદ્ધમાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *