Surat Women Football Team : સુરત ડિસ્ટ્રીકટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત વુમન ફૂટબોલ લીગ મંગળવારથી શરૂ થઈ છે. 17 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા ખેલાડીઓની પ્રતિભા શોધવા માટે બનેલા ખેલો ઈન્ડિયામાં સુરતમાં ફુટબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં અન્ડર-15 અને અન્ડર-17ની 6 ટીમ મળી 90 ગર્લ્સ સુરતમાં ફૂટબોલ રમતી જોવા મળશે. આ સ્પર્ધામાં સુરતમાં તમામ સુવિધાઓથી સજ્જ શાળાની વિદ્યાર્થીઓ વચ્ચે ઓછી નજીવી સુવિધાનો ઉપયોગ કરી પ્રેક્ટીસ કરી સમિતિની શાળાની વિદ્યાર્થીની ટીમ પણ મેદાનમાં ઉતરી છે.