23.2 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, નવેમ્બર 6, 2024
23.2 C
Surat
બુધવાર, નવેમ્બર 6, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeરમત-ગમતFootball: સાલાહના ગોલ વડે લિવરપૂલે આર્સનલ સામે પરાજયને ખાળ્યો

Football: સાલાહના ગોલ વડે લિવરપૂલે આર્સનલ સામે પરાજયને ખાળ્યો


સ્ટાર સ્ટ્રાઇકર મોહમ્મદ સાલાહે શાનદાર રમતનું પ્રદર્શન કરીને અંતિમ મિનિટોમાં ગોલ કરતાં ઇંગ્લિશ પ્રીમિયર લીગ ફૂટબોલ ચેમ્પિયનશિપમાં આર્સનલ સામે પોતાની લિવરપૂલ ટીમને પરાજયથી બચાવી હતી. મેચમાં બે વખત પાછળ રહ્યા બાદ આખરે લિવરપૂલે આર્સનલ સામેની મેચ રસાકસી બાદ 2-2થી ડ્રો કરી હતી.
ડ્રોના પરિણામના કારણે પ્રીમિયર લીગના પોઇન્ટ ટેબલમાં લિવરપૂલે પોતાનું ટોચનું સ્થાન ગુમાવી દીધું છે. લિવરપૂલે નવ મેચમાં સાત વિજય, એક પરાજય અને એક ડ્રોના પરિણામ સાથે 22 પોઇન્ટ સાથે માન્ચેસ્ટર સિટી બાદ બીજા ક્રમે છે. મેચની અંતિમ પળોમાં લિવરપૂલ 1-2ના સ્કોરથી પાછળ હતી ત્યારે સાલાહે 81મી મિનિટ ગોલ કરીને સ્કોર 2-2થી સરભર કરવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરી હતી. આર્ને સ્લોટના મુખ્ય કોચ બન્યા બાદ લિવરપૂલે વર્તમાન સિઝનમાં રમેલી 13 મેચમાં માત્ર એક મુકાબલો ગુમાવ્યો છે. ઇજિપ્તના વિંગર સાલાહે નિર્ણાયક ગોલ કરવાની સાથે ઓલ ટાઈમ હાઇએસ્ટ ગોલની યાદીમાં 173 ગોલ સાથે સંયુક્ત રીતે આઠમું સ્થાન મેળવ્યું હતું. તેણે રોબિ ફ્લાવરના 163 પ્રીમિયર લીગ ગોલના રેકોર્ડને સરભર કર્યો હતો.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય