બ્રાયન જરાગોજાના શાનદાર પ્રદર્શનની મદદથી ઓસાસુનાએ બાર્સેલોનાને 4-2થી હરાવીને સ્પેનિશ ફૂટબોલ લીગ લા લીગમાં છેલ્લી સાત મેચની ચાલી રહેલા તેના વિજયી અભિયાનનો અટકાવી દીધું હતું અને આ સાથે બાર્સેલોના તેના ક્લબ રેકોર્ડની બરોબરી પણ કરી શક્યું નહોતું.
બાયર્ન મ્યૂનિચ તરફથી રમી ચૂકેલા ફોરવર્ડ બ્રાયને 17મી મિનિટે બુદિમીર માટે ગોલની તક ઊભી કર્યા બાદ 28મી મિનિટે ગોલકીપર ઇનાકી પેનાને છકાવીને સ્કોર 2-0નો કર્યો હતો. બાર્સેલોનાના યુવા ખેલાડી પાઉલ વિક્ટરે 53મી મિનિટે ગોલ કરીને સ્કોર 2-1નો કર્યો હતો. બુદિમીરે 72મી મિનિટે પેનલ્ટીને ગોલમાં ફેરવીને મેચનું પરિણામ લગભગ નિશ્ચિત કરી દીધું હતું. એબલ બ્રેટોન્સે 85મી મિનિટે ગોલ કરીને સ્કોર 4-1નો કર્યો હતો. સબસ્ટિટયૂટ લામિન યામલે બાર્સેલોના માટે બીજો ગોલ કર્યો હતો. બાર્સેલોનાએ જો ઓસાસુના સામે વિજય મેળવ્યો હોત તો તેણે 2013માં નોંધાવેલા પ્રારંભિક આઠ મેચ જીતવાના રેકોર્ડને સરભર કર્યો હોત.