સ્ટાર સ્ટ્રાઇક એલેક્સિ મેક એલિસ્ટર અને કોડી ગાક્પોના ગોલ વડે લિવરપૂલે ચેમ્પિયન્સ લીગમાં 15 વર્ષના લાંબા ગાળા બાદ રિયલ મેડ્રિડને પરાજય આપ્યો હતો. લિવરપૂલે મુકાબલો2-0થી જીતવાની સાથે એનફિલ્ડના ગ્રાઉન્ડમાં અજેય રહેવાની પરંપરા જાળવી રાખી છે અને તે ગ્રૂપ સ્ટેન્ડિંગમાં ઇન્ટર મિલાન કરાતં બે પોઇન્ટની લીડ સાથે ટોચના ક્રમે છે.
ઇન્ટર મિલાન બીજા ક્રમે છે. મુકાલબામાં ફોરવર્ડ ખેલાડી કિલિયન મબાપે તથા મોહમ્મદ સાલાહ પેનલ્ટીને ગોલમાં ફેરવવાથી વંચિત રહ્યા હતા પરંતુ બીજા હાફમાં એલિસ્ટરે બાવનમી તથા ગાક્પોએ 76મી મિનિટે ગોલ કરીને ટીમનો વિજય નિશ્ચિત કર્યો હતો. યુરોપિયન ચેમ્પિયન સ્પેનની રિયલ મેડ્રિડ સામે લિવરપૂલે છેલ્લે 2009માં મુકાબલો જીત્યો હતો અને ત્યારપછીની છ મેચમાં તે એક પણ વિજય હાંસલ કરી શકી નહોતી. લિવરપૂલનો 2018 તથા 2022ની ચેમ્પિયન્સ લીગ ફાઇનલમાં રિયલ મેડ્રિડ સામે પરાજય થયો હતો. આ સાથે લિવરપૂલે ચેમ્પિયન્સ લીગના પ્લે ઓફ રાઉન્ડ-16માં પણ સ્થાન નિશ્ચિત કર્યું હતું. લીગ તબક્કામાં આ તેનો સતત પાંચમો વિજય છે.ચેમ્પિયન્સ લીગના અન્ય મુકાબલોમાં બોરુસિયા ડોર્ટમન્ડે ડાયનેમો જાગ્રેબને 3-0થી હરાવીને પ્લે ઓફ માટે પોતાનો દાવો વધારે મજબૂત કર્યો હતો. ડોર્ટમન્ડ ગયા વર્ષની ફાઇનાલિસ્ટ હોવા છતાં તેણે આ મુકાબલો આસાનીથી જીતીને કુલ 12 પોઇન્ટ પોતાના નામે કર્યા હતા. જેમી ગિટેન્સે 41મી, રામી બેન્સેબાઇનીએ 56મી તથા સેરહોયુ ગુરાસીએ 90મી મિનિટે ગોલ કરીને મુકાબલો એકતરફી બનાવી લીધો હતો.