ડેનમાર્ક અને ક્રોએશિયાએ પોતપોતાના મુકાબલા ડ્રો કરીને નેશન્સ લીગ ફૂટબોલ ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલ લાઇન-અપ પૂરી કરીહતી. ડેનમાર્કે સર્બિયા સામેની મેચ 0-0થી તથા ક્રોએશિયાએ પોર્ટુગલ સામેની મેચ 1-1થી ડ્રો કરવામાં સફળતા મેળવી હતી.
બંને ટીમ હવે ફ્રાન્સ, ઇટાલી, જર્મની, સ્પેન, પોર્ટુગલ અને નેધરલેન્ડ્ સ સાથે અંતિમ-8માં પહોંચી છે. આ મુકાબલા 2025ની 20મી અને 23મી માર્ચે રમાશે.વારસો ખાતે રમાયેલી એક મેચમાં લીવરપૂલ ક્લબના ફૂલબેક ખેલાડી એન્ડી રોબર્ટસને ઇન્જરી ટાઇમના હેડર દ્વારા સ્કોટલેન્ડે પોલેન્ડને 2-1થી હરાવ્યું હતું જેના કારણે પોલિશ ટીમ લીગ-બીમાં રેલિગેટ થઇ ગઇ છે. સ્કોટલેન્ડ લીગ-એના પ્લે ઓફમાં સ્થાન નિશ્ચિત કરવામાં સફળ રહ્યું છે. નોર્ધન આયરલેન્ડે એક સમયે બે ગોલથી પાછળ રહ્યા બાદ લક્સમબર્ગ સામેની મેચ 2-2થી ડ્રો કરવામાં સફળતા મેળવી હતી. રોમાનિયાએ સાયપ્રસને 4-1થી પરાજય આપ્યો હતો. સાન મારિનોએ લિચેસ્ટેઇનને 3-1થી હરાવીને ગ્રૂપ-સીમાં સ્થાન મેળવ્યું છે.
સ્પેને સ્વિર્ટ્ઝલેન્ડને 3-2થી પરાજય આપ્યો હતો. આ મેચમાં સ્પેન માટે યેરેમી પીનોએ 32મી, બ્રાયન ગિલે 68મી તથા બ્રાયન ઝારોગોઝાએ 93મી મિનિટે ગોલ કર્યો હતો. સ્વિસ ટીમ માટે જોએલ મોન્ટેરિઓે 63મી તથા એન્ડી ઝેકિરીએ 85મી મિનિટે ગોલ નોંધાવ્યો હતો. મેચમાં સ્પેનની ટીમે 10 શોટ્સ ટાર્ગેટ ઉપર માર્યા હતા. સ્વિસ ટીમે મેચમાં 14 ફાઉલ કર્યા હતા. બલ્ગેરિયા અને બેલારુસનો મુકાબલો 1-1થી ડ્રો રહ્યો હતો.