શહેરને ટ્રાફિક અને ફાટક મુક્ત બનાવવા વુડા અને સુશેન જંક્શન ઉપર ૧૦૭ કરોડના ખર્ચે ફ્લાઇ ઓવરબ્રિજ બનશે

0

[ad_1]

વડોદરા,વડોદરા કોર્પોરેશનના નવા વર્ષના બજેટમાં કેટલાક નવા કામો સૂચવાયા છે. તેમાં શહેરને ટ્રાફિક અને ફાટક મુક્ત બનાવવા ૧૦૭ કરોડના ખર્ચે સુશેન જંક્શન તથા વુડા જંક્શન પર ફ્લાઇ ઓવર બ્રિજનું આયોજન કરાયું છે.

આ સિવાય જે બીજા કેટલાક નવા કામો સૂચવાયા છે, તે મુજબ છે.

(૧) સૂરસાગર તળાવ અને ન્યાયમંદિર વિસ્તારમાં ૨૫ કરોડના ખર્ચે વડોદરા ઇન્ટનેશનલ કલ્ચરલ સેન્ટર અને હેરિટેજ સ્કવેર

(૨) તાંબેકરવાડા ખાતે ૧ કરોડના ખર્ચે ગુજરાત પેઇન્ટિંગ મ્યુઝિયમ

(૩) આવાસ યોજનાઓ દ્વારા સ્લમ ફ્રી સિટિનું નિર્માણ આગામી પાંચ વર્ષમાં ૨૦૬૫ કરોડના ખર્ચે ૨૪૨૯૮ મકાનો બનશે. જે પૈકી નવા નાણાકીય વર્ષમાં ૨૯૨ કરોડના ખર્ચે ૩૪૪૪ નવા મકાનો બનશે.

(૪) શહેરના ૪ ઝોનમાં ૭૫ કરોડના ખર્ચે ૨૦૦ ઇ-બસનું સંચાલન તથા તેના માટે ચાર્જિંગ સ્ટેશન સહિત બસ ટર્મિનલ બનાવાશે.

(૫) કોર્પોરેશન માટે ૧ કરોડના ખર્ચે ઇ-વ્હીકલ્સની ખરીદી ૧ કરોડના ખર્ચે ચાર્જિંગ સ્ટેશન.

(૬) વડોદરા શહેર માટે ઇ-વ્હીકલ પોલિસી બનશે.

(૭) ગોત્રી તળાવ પાસે અઢી કરોડના ખર્ચે ચિલ્ડ્રન પાર્ક.

(૮) શહેરના મુખ્ય પ્રવેશ દ્વાર ખાતે બે કરોડના ખર્ચે ગ્રીન ફ્રન્ટ વિકસાવાશે.

(૯) શહેરમાં ૭૫ ફાઉન્ટેન લાઇટિંગ માટે પાંચ કરોડ ખર્ચાશે.

(૧૦) બર્ડ નેસ્ટીંગ પોઇન્ટ સાથે શહેરના  વિવિધ તળાવો ૬ કરોડના ખર્ચે વિકસાવાશે.

(૧૧) કાલાઘોડા-વિશ્વામિત્રી નદી ઉપર ૨૫ કરોડના ખર્ચે બ્રિજ પહોળો કરાશે. સમા, નાગરવાડા- બહુચરાજી ખાડી બ્રિજ, દાંડિયાબજાર લકડીપુલ કલવર્ટ, બાલભવન બ્રિજ અને સેવાસી ગામ પાસે નાળાનું વાઇડિંગ આ બધા કામો ૩૧ કરોડના ખર્ચે કરાશે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *