સુરતમાં ધુમ્મસ સર્જાતા એરપોર્ટ પર લો-વિઝિબિલિટીનો પ્રશ્ન સર્જાતા ફ્લાઇટ્સના શેડયૂલ ખોરવાયા

0

[ad_1]

  • દિલ્હીથી સુરત જતી ફ્લાઇટ વડોદરા એરપોર્ટ પર ડાઇવર્ટ કરાઇ
  • સુરતના પેસેન્જરોએ પોણા બે કલાક વડોદરા એરપોર્ટ પર પ્લેનમાં બેસી રહેવું પડયું
  • કેટલીક ફ્લાઇટ્સે સુરતના આકાશમાં ચક્કર મારવાની નોબત આવી

સુરતમાં સવારે ગાઢ ધુમ્મસ સર્જાતા એરપોર્ટ પર લો-વિઝિબિલિટીનો પ્રશ્ન સર્જાયો હતો. જેને પગલે દિલ્હીથી સુરત જતી ઇન્ડિગોની ફ્લાઇટને વડોદરા એરપોર્ટ પર ડાઇવર્ટ કરાઇ હતી. જ્યારે, ડોમેસ્ટિક રૂટની અન્ય કેટલીક ફ્લાઇટ્સે સુરતના આકાશમાં ચક્કર મારવાની નોબત આવી હતી.

શિયાળામાં દિલ્હીમાં ફોગનો માહોલ સર્જાતા દિલ્હીથી ઉડાણ ભરતી ફ્લાઇટસના શેડયૂલ ખોરવાતા રહે છે. પરંતુ આજે સવારે સુરત એરપોર્ટ પર ધુમ્મસનો માહોલ સર્જાયો હતો. જેને પગલે ડોમેસ્ટિક રૂટની ફ્લાઇટ્સના શેડયૂલ ખોરવાયા હતા. કેટલીક ફ્લાઇટ્સે વાતાવરણ સુધરે ત્યાં સુધી સુરતના આકાશમાં ચક્કર મારવાની નોબત આવી હતી. આવી પરિસ્થિતીમાં દિલ્હી એરપોર્ટ પરથી ઉડાણભરી સુરત જતી ઇન્ડિગોની ફ્લાઇટને એ.ટી.સી.એ સુરત એરપોર્ટ પર ઊતરાણ કરવા ગ્રીનસિગ્નલ આપ્યો ન હતો. જેને પગલે દિલ્હી-સુરત રૂટની ફ્લાઇટ સવારે 8.30 કલાકે વડોદરા એરપોર્ટ પર ડાઇવર્ટ કરાઇ હતી. પોણા બે કલાક સુધી વડોદરા એરપોર્ટ પર રખાયેલી ફ્લાઇટે સુરત જવા સવારે 10.15 કલાકે ઉડાણ ભરી હતી. ત્યાં સુધી પેસેન્જરોને વડોદરા એરપોર્ટ પર એરક્રાફ્ટમાં બેસી રહેવું પડયું હતું. ઉલ્લેખનીય છે કે હૈદરાબાદ સહિતના ડોમેસ્ટિક રૂટની અન્ય કેટલીક ફ્લાઇટ્સે ક્લાઇમેટ્સ ક્લિયર થતા સુધી સુરતના આકાશમાં ચક્કર મારવાની નોબત સર્જાઇ હતી.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *