લોહાણા મહાજનવાડી પાસે પાર્કિંગ સ્થળે રેંકડી મુકવા બાબતે માથાકૂટ
શહેર બંધનાં એલાન સાથે વેપારીઓ અને હિન્દુ સંગઠનોએ માર્ગો પર ઉતરી ચક્કાજામ કર્યો, રોષભેર રેલી કાઢતા સાવરકુંડલા પોલીસ છાવણીમાં ફેરવાયું
સાવરકુંડલા: સાવરકુંડલામાં આજે સવારે લોહાણા મહાજન વાડી પાસ પાર્કિંગ સ્થળે રેંકડી મુકવા બાબતે માથાકૂટ થતાં ભાજપનાં મહામંત્રી, લોહાણા સમાજનાં પ્રમુખ અને આર.એસ.એસ. કાર્યકર એવા ત્રણ વેપારી અગ્રણીઓ પર પિતા-પુત્ર અને ભાઈ-ભત્રીજા સહિત પાંચ વિધર્મી શખ્સોએ સરાજાહેર ઘાતકી હુમલો કરતા અફરા-તફરીનો માહોલ પ્રસરી ગયો હતો.