– એરપોર્ટ રોડ પર આવેલ પ્લાસ્ટિક વેસ્ટના ડેલામાં આગ લાગી
– સીદસર શામાપરા રોડ પર આવેલ ઓઇલ મીલમાં કપાસીયાના ખોળના જથ્થામાં પણ આગ ભભુકી ઉઠતા ખોળનો જથ્થો ખાક
ભાવનગર : ભાવનગરમાં ત્રણ અલગ અલગ સ્થળોએ આગ લાગવાના બનાવ બનવા પામ્યા હતા. સીદસર ગામ નજીક આવેલ ઓઇલ મીલમાં કપાસિયાના ખોળમાં આગ ભભુકી ઉઠતા ફાયર બ્રિગેડ કાપલો દોડી ગયો હતો.અને ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી.સુભાષનગર એરપોર્ટ રોડ પર આવેલ પ્લાસ્ટિક વેસ્ટના ડેલામાં આગ લાગતા ફાયર બ્રિગેડ કાપલો દોડી ગયો હતો અને પાણી છાંટી આગ બુજાવી હતી.