ઓરેકલ સ્પીક્સ પરથી જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

0

[ad_1]

મેષ: 21 માર્ચથી 19 એપ્રિલ

તમારી સાથે ભાવનાત્મક રીતે ચાલાકી થતી હોવાનું તમને અનુભવાય, પરંતુ એવું નથી. તમારી નજીકના કેટલાક લોકો કદાચ ખરેખર તમારા માટે સારી ઇચ્છા નહીં રાખતા હોય. તમે તમારા લક્ષ્ય તરીકે જેનો પીછો કરી રહ્યા હતા તેની સમીક્ષા કરવાનો આ સમય છે.

લકી સાઈન – સાંકડો રસ્તો

વૃષભ: 20 એપ્રિલથી 20 મે

તમને એવી કોઈ વસ્તુમાં મૂવમેન્ટ જોવા મળશે, જેને અન્યથા ઘણા પ્રયત્નોની જરૂર પડી હોત. પહેલા આગળ આવવું એ નબળાઈની નિશાની નથી. આંતરિક સાક્ષાત્કાર બાહ્ય પરિસ્થિતિઓ કરતાં વધુ પ્રાધાન્ય લઈ શકે છે.

લકી સાઈન – સ્ટોર્મ

મિથુન: 21 મેથી 21 જૂન

વહેલા કે મોડા તમે શું અનુભવો છે તે બીજાને કહેવું પડશે અને ખોટા વચનો વચ્ચે જીવવાનો ઇનકાર કરી દેશો. ટેકાની અપેક્ષા રાખશો નહીં, કારણ કે તમને તે તરત જ નહીં મળે. ભૂતકાળમાં કરવામાં આવેલા રોકાણોમાં નબળી હિલચાલ જોવા મળે.

લકી સાઈન – કાચની બરણી

કર્ક: 22 જૂનથી 22 જુલાઈ

તમે સારી રીતે તૈયારી કરી નહીં હોય તો તમે દબાણ અનુભવી શકો છો. માતાપિતા સહાયક બની રહ્યા છે અને સંબંધીઓ તમને આશ્ચર્યચકિત કરવાની યોજના બનાવી શકે છે. જો તમને કોઈ વસ્તુમાં રસ ન હોય તો તમે ના પાડી શકો છો.

લકી સાઈન – મેરીગોલ્ડ

સિંહ: 23 જુલાઈથી 22 ઓગસ્ટ

તમે હવે કામ માટે મુસાફરી કરવાની તીવ્ર ઇચ્છા અનુભવી રહ્યા હશો. તમારી યોજનાઓ થોડા દિવસોમાં સાકાર થવાનું શરૂ થઈ શકે છે. વર્તમાન વ્યસ્ત શેડ્યૂલને કારણે તમને વધુ કમિટમેન્ટ કરવામાં મુશ્કેલી પડી શકે છે. નાણાંકીય હિલચાલ જોવા મળી શકે.

લકી સાઈન – પુલ

કન્યા: 23 ઓગસ્ટથી 22 સપ્ટેમ્બર

મૌન હંમેશાં સારું હોતું નથી અને તે આજે પણ સાબિત થશે. કોઈ મહત્વપૂર્ણ ચર્ચામાં દખલ કરવાની તમારી ઈચ્છા સમયસર અને યોગ્ય હતી તેવું તમને લાગી શકે છે. ભૂતકાળના પ્રદર્શનની પ્રશંસા થશે. સાચા અર્થમાં જરૂરિયાતવાળા વ્યક્તિને ટેકો આપો.

લકી સાઈન – તાંબાનો જગ

તુલા : 23 સપ્ટેમ્બરથી 23 ઓક્ટોબર

ક્લાયન્ટ તરફથી પ્રશંસા સારા મનોબળને વેગ આપવાનું કામ કરી શકે છે, જો કે પડકારો ચાલુ રહી શકે છે. સારું વ્યૂહાત્મક ટીમવર્ક તમને વ્યક્તિગત સીમાઓને આગળ વધારવામાં મદદ કરી શકે છે. તમારા કૌશલ્યને અપગ્રેડ કરવાની તક હવે આવી શકે છે.

લકી સાઈન – બ્રાઇટ વોલ

વૃશ્ચિક: 24 ઓક્ટોબરથી 21 નવેમ્બર

સમૃદ્ધિ અને વિપુલતા ધીમે ધીમે તમારા જીવનનો ભાગ બની રહ્યા છે. તમે જોશો કે તમારા કાર્યો પૂર્ણ થઈ રહ્યા છે અને લક્ષ્યો પૂરા થઈ રહ્યા છે. ભાવનાત્મક શૂન્યાવકાશનો પણ નિકાલ થઈ શકે છે. તમારી નવી ટેવ સાથે સુસંગત રહો.

લકી સાઈન – આમલીની કેન્ડી

ધન: 22 નવેમ્બરથી 21 ડિસેમ્બર

જો કોઈએ જાણી જોઈને તમારા જીવનમાં સમસ્યાઓ ઊભી કરી હોય અને તમે તેને નજરઅંદાજ કરવાનું પસંદ કર્યું હોય, તો હવે તેનો સામનો કરવાનો અને તેને ઉકેલવાનો સમય આવી ગયો છે. ભૂતકાળમાં ભાવનાત્મક રીતે તમને નુકસાન પહોંચાડનાર કોઈને માફ કરવું મુશ્કેલ હોઈ શકે છે.

લકી સાઈન – ચાંદીના દાગીના

મકર: 22 ડિસેમ્બરથી 19 જાન્યુઆરી

આમ તો તમે અન્ડરપ્લેઇંગ કરવાનું પસંદ કરો છો, જોકે હવે તમે ક્ષમતાનો ઉપયોગ કરવાનું પસંદ કરી શકો છો. તમારા માતાપિતા તમને એવી કોઈ વસ્તુ માટે પ્રેરણા આપી શકે છે કે જેના પર તમારે આખરે વિચાર કરવો જ જોઇએ. આજે પ્રમાણમાં હળવો દિવસ છે.

લકી સાઈન -કાંકરો

કુંભ : 20 જાન્યુઆરીથી 18 ફેબ્રુઆરી

આજે મનોરંજનનો દિવસ છે. જો કે તમે આ સમયે થોડી ખોવાયેલા અને પરેશાની અનુભવી શકો છો. તમારા જીવનસાથી પ્રમાણમાં સમજણ તરીકે આવે તેવી સંભાવના છે. સાંજે થોડા અતિથિઓ આવી શકે છે.

લકી સાઈન – તજ

મીન : 19 ફેબ્રુઆરીથી 20 માર્ચ

મોટા મુદ્દાઓને હમણાં પાછળ રાખી શકાય છે, પહેલા નાના મુદ્દાઓને સંભાળવાનો પ્રયાસ કરો. તમે બિનજરૂરી રીતે તાણ અનુભવી શકો છો. સંઘર્ષ ટાળવાનો દિવસ છે, કોઈ નવી શરૂઆત ન કરો. કામકાજના રાજકારણમાં આવવાથી બચો.

લકી સાઇન – અમૂર્ત કળા

First published:

Tags: Dharm Bhakti, Horoscope

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *