ઓરેકલ સ્પીક્સ પરથી જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

0

[ad_1]

મેષ (21 માર્ચ- 19 એપ્રિલ)

તમને તમારું જૂનું પેશન ફોલો કરવાનું મન થઇ શકે છે. તમે ક્યારેક જીવનમાં અટવાયેલા હોય તેવું અનુભવો છો, પરંતુ જલ્દીથી તેમાં ગતિશીલતા આવશે. તે માત્ર એક તબક્કો છે જે પસાર થઈ જશે. પૈસાના મામલા પણ આ સપ્તાહમાં પાર પડી શકે છે. તમે માનસિક આરામ માટે પાળતુ પ્રાણી ઘરે લાવવાનું મન પણ થઈ શકે છે. નવા બોન્ડ્સ અને નવા સંપર્કો બનાવવાને બદલે તમારા માટે જાણીતા લોકો સાથે જોડાવાથી તમે વધુ સારું અનુભવશો

લકી સાઇન – ખુલ્લો દરવાજો

વૃષભ (20 એપ્રિલ- 20 મે)

જો કોઈ વસ્તુ તમને પરેશાન કરી રહી છે, તો તેનો હવે હલ લાવવો જરૂરી છે. આ બાબતને વધુ સમય સુધી ખેંચવી હિતાવહ નથી. એક અલગ તક તમારા દરવાજા પર આવી શકે છે. જો તમે તરત જ નિર્ણય નહીં લો તો તે કોઈ બીજા પાસે જઈ શકે છે. તમે ગુસ્સા અથવા ઇર્ષ્યથી મુશ્કેલીમાં મુકાઈ શકો છો. એનર્જી નિરાકરણ અને પુનઃગોઠવણ તરફ ઇશારો કરે છે, તેથી જ્યાં શક્ય હોય ત્યાં સહકાર આપો.

લકી સાઇન- બોન ચાઇના સેટ

મિથુન (21 મે- 21 જૂન)

શરૂઆતમાં કોઈ પણ ચર્ચા દરમિયાન ચૂપ રહેવું અને અવલોકન કરવું અને પછી તમારા વિચારો જણાવવા તે તમારો સ્વભાવ છે. પરંતુ આ વખતે તમે શરૂઆતથી જ તમે ચર્ચામાં સામેલ થઈ શકો છો. તમારો એક્સ છેલ્લા કેટલાક મહિનાઓથી તમારા પર નજર રાખી રહ્યો છે, તેની સાથે અચાનક વાતચીત થઇ શકે છે અથવા ટૂંક સમયમાં શુભેચ્છાઓની આપ-લે થઇ શકે છે. તમે તમારા વર્ક કમિટમેન્ટ પૂર્ણ કરવા તરફ ધ્યાન આપી રહ્યા છો, પરંતુ સમય હજી પણ તમને ટેકો આપતો નથી. હજુ થોડા દિવસો સુધી આવું જ રહેશે.

લકી સાઇન – એમેથિસ્ટ

કર્ક (22 જૂન – 22 જુલાઇ)

સ્પીડ અને ટ્રાવેલ આગામી સતપ્તાહ કેવું રહેશે તે નક્કી કરશે. તમે જેના પર કામ કરી રહ્યા હતા તેને હવે પ્રગતિ મળશે. તમારી અનુકૂળતા મુજબ નવું રૂટિન બનાવવાથી મદદ મળી શકે છે. તમે ભાવનાત્મક રીતે મજબૂત અને દૃઢનિશ્ચયી છો. જો કે તમારો પરિવાર થોડા સમય માટે ડિસ્કનેક્ટ થઈ શકે છે. પરંતુ આખરે બધુ બરાબર થઈ જશે. તમે ઘરે નવું પાલતુ પ્રાણી લેવાનું વિચારી શકો છો. વ્યવસાય માલિકો માટે ઉત્તર દિશા અનુકૂળ હોઈ શકે છે.

લકી સાઇન – સ્પાર્ક્લિંગ પેઇન્ટિંગ

સિંહ (23 જુલાઇ – 22 ઓગસ્ટ)

નવો જુસ્સો અન્ડરકરન્ટ હતો, તે હવે વધી શકે છે. તમે તેને શેર કરવા માટે વધુ આત્મવિશ્વાસુ હોઇ શકો છો. તમને ટેકાની જરૂર હોય ત્યારે મોટા લોકો પર વિશ્વાસ કરો અને પોતાનો સમય લેવા માટે નવા લોકો પર. કોઈ સાથીદાર તમારા જીવનનો એક ભાગ બનશે અને સંબંધ મજબૂત થઈ શકે છે. તાજેતરના ભૂતકાળમાં તમે ભાવનાત્મક રીતે તમારા વિશે એટલા નિશ્ચિત નહોતા, પરંતુ વર્તમાન એનર્જી તમને સતત પ્રગતિશીલ કરશે. કોઈપણ પ્રકારનું વ્યસન તમારા સ્વાસ્થ્યને નુકસાન કરી શકે છે, તેને છોડવાનો સાચો પ્રયાસ કરો.

લકી સાઇન – ઇન્ડોર પ્લાન્ટ

કન્યા (23 ઓગસ્ટ – 22 સપ્ટેમ્બર)

કંઇક નવું તમારા જીવનમાં આવી શકે છે. તે દિશામાં કામ કરવાનો આ સમય છે. નવો બિઝનેસ શરૂ કરવાના અમુક વિચારો પણ તમારા મનમાં આવી શકે છે. કામ અને મિત્રો વચ્ચે તમારા સમયનું આયોજન બનાવવું પડશે. આગામી થોડ મહિનાઓ માટે ખાસ કરીને કામની બાબતમાં તમારા નિર્ણયો તે પ્રકારે આકાર લેશે. કામ સંબંધિત ટ્રાવેલિંગ થઇ શક છે, જે ફાયદાકારક રહેશે. બાળકને પણ તમારા સમયની જરૂર પડી શકે છે.

લકી સાઇન – મનપસંદ જૂની ફિલ્મ

તુલા (23 સપ્ટેમ્બર – 23 ઓક્ટોબર)

જૂની તકનીકોની સાપેક્ષમાં સ્માર્ટ ઓપ્શન જીવનમાં વધુ ફાયદાકારક સાબિત થશે. કેટલાક નવા નિયમોની આસપાસ તમારા જીવનને ઘડવાનો પ્રયાસ કરો અને વધુ ફ્લેક્સિબલ અને એક્સેસિબલ દેખાવાનું શરૂ કરો. તમારા માટે આગામી દિવસોમાં વધારે ભાગદોડ નથી. તમને તે સમય કંટાળાજનક અને દિશાહીન પણ લાગી શકે છે. કોઈ નાની વ્યક્તિ તમને પ્રેરણા આપી શકે છે. સમય ધીમો ચાલી રહ્યો છે પણ થોડા સમય માટે છે. નવી રીતે જૂની વસ્તુઓ કરવામાં વ્યસ્ત રહો.

લકી સાઇન – કોપર ટમ્બ્લર

વૃશ્વિક (24 ઓક્ટોબર – 21 નવેમ્બર)

તમારી વિશ લીસ્ટ તૈયાર રાખો, કારણ કે અભિવ્યક્તિ અને તેને પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે. તમે જોઈ શકો છો કે તમે ઘણી બધી બાબતો સિદ્ધ કરી રહ્યા છો, જેનો તમે મજબૂત ઇરાદો રાખ્યો હતો. સંબંધો વધુ મજબૂત બને અને એકબીજાની વધુ પ્રશંસા કરશો. નાણાંકીય રોકાણો વિશે વિચારવાનો પણ આ સારો સમય છે. તમારા વિકલ્પોને આયોજીત કરો. મુસાફરી કરતા હોય તો તમારા સામાનનું ધ્યાન રાખો. ભૂતકાળની કેટલીક મહત્વની ઘટનાઓનું પુનરાવર્તન જોવા મળી શકે છે.

લકી સાઇન – ક્રેક્ડ ગ્લાસ

ધન (22 નવેમ્બર- 21 ડિસેમ્બર)

તમે એક જ સમયે પરીવાર અને કામ જેવી ઘણી વસ્તુઓને સંભાળવાનો પ્રયાસ કરી રહ્યા છો. જ્યારે તમે વિચારો છો કે તે શક્ય છે, પરંતુ ડોમેસ્ટિક મોરચે મુશ્કેલ છે. તેમના માટે પણ થોડો કવોલિટી ટાઈમ કરો. કામ પર તમારા નીચેના અધિકારીઓ સાથે સ્પષ્ટ વાતચીત કરો. તમારા સિનિયર સીધો જ તમારી ટીમ સાથે સંપર્ક અને વાતચીત કરી શકે છે. જો તમે નવી પાર્ટનરશિપ વિશે વિચારી રહ્યા છો, તો હવે સમય આવી ગયો છે. એન્જોયમેન્ટ અને આરામ માટે થોડો સમય કાઢો.

લકી સાઇન – બે ચકલીઓ

મકર (22 ડિસેમ્બર- 19 જાન્યુઆરી)

કોઈપણ પ્રકારનું દેવું હવે થોડી મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. તે જ મેનેજ કરવા માટે થોડો પ્રયાસ કરશે. આ વર્ષે એક નવું વાહન કાર્ડ્સ પર છે. તમે ટૂંક સમયમાં અપગ્રેડ કરવાની જરૂરિયાત અનુભવી શકો છો. જે પેપરવર્ક બાકી છે તે કરવું પડશે. તમારી માતા તમારી શ્રેષ્ઠ વિશ્વાસુ સાબિત થઈ છે, તેને તે રીતે રાખો. તમારે તમારા સ્ક્રીન ટાઇમને કન્ટ્રોલમાં રાખવાની જરૂર પડી શકે છે. વિઝન સંબંધિત કેટલીક સમસ્યાઓ આવી શકે છે જેના પર ધ્યાન આપવાની જરૂર પડી શકે છે.

લકી સાઇન- પેસ્ટલ કર્ટેન

કુંભ (20 જાન્યુઆરી – 18 ફેબ્રુઆરી)

તમારી આસપાસના લોકોને ખુશ રાખવાની કળામાં નિપુણતા મેળવો, તે તમારા નેટવર્કને વધારશે. તેમાંના કેટલાક તમારી પાસેથી કંઇક સાંભળવાની રાહ જોતા હોઈ શકે છે. તમારા નેટવર્કિંગના કેટલાક ફાયદાના સંકેતો છે. નવું રુટિન અને આધ્યાત્મિક દિનચર્યાઓમાં વ્યસ્ત રહેવા માટે આ સારો સમય છે. અમુક સમયે ગ્રાઉન્ડિંગ અસરકારક શરૂઆતનો પાયો રાખવામાં મદદ કરી શકે છે. તમે કેટલાક પ્રભાવશાળી લોકોને મળી શકો છો. ઘરે રસોઈ બનાવવાનું પણ હવે તમને પહેલા કરતા વધારે રસપ્રદ લાગી શકે છે.

લકી સાઇન – લાઉડ ડોરબેલ

મીન (19 ફેબ્રુઆરી- 20 માર્ચ)

એનર્જી માનસિક રીતે પરિપૂર્ણ સમયને માર્ગદર્શન આપી રહી છે. તેમ છતાં તમે હજી પણ તમારી જાતને ખૂબ ફરવામાં શારીરિક રીતે પ્રતિબંધિત કરી શકો છો. તમારા ઓનલાઇન રસ અને વિતાવેલા સમયમાં વધારો જોવા મળશે. બાળકોને તમારી તરફથી સારી વાતચીત અને માર્ગદર્શનની જરૂર પડી શકે છે. કોઈ જૂનો મિત્ર તમને નોસ્ટાલ્જિક લાગી શકે છે અને તમારી સાથે પ્લાન બનાવી શકે છે. તમે એક ડ્રિમ પેટર્ન જોઈ શકો છો જે તમારો વહેમ છે. તેને બહુ ગંભીરતાથી ન લો. નવી સેલ્ફ-પેમ્પરિંગ દિનચર્યા તમને આનંદ આપી શકે છે.

લકી સાઇન- પીળા પાન

Published by:Damini Patel

First published:

Tags: Dharm Bhakti, Horoscope

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *