ઓરેકલ સ્પીક્સ પરથી જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

0

[ad_1]

મેષ રાશિ: 21 માર્ચ-19 એપ્રિલ

તમારા કાર્યને વિસ્તારવા માટે કેટલાક નવા રસ્તાઓ દેખાઈ રહ્યાં છે. તમારા માતા-પિતા વિશે જે વાત તમને પરેશાન કરી રહી હશે, તે ટૂંક સમયમાં ઉકેલાઈ જશે તેવું લાગી રહ્યું છે. જેના કારણે તમે રાહતની લાગણી અનુભવી શકો છો. કાર્યમાં ભાગીદારીનો નવો વિચાર પણ આવી શકે છે.

લકી સાઈન– ટેટૂ

વૃષભ રાશિ: 20 એપ્રિલ-20 મે

કેટલાક લોકો તમારા જીવનને ઉન્મત્ત બનાવવાની વૃત્તિ ધરાવે છે. તમારે કેટલાક આ પ્રકારના વ્યક્તિઓ સાથે ડીલ કરવી પડી શકે છે. એવું લાગી રહ્યું છે કે હવે તમને પહેલા કરતા વધુ ટેકો મળી રહ્યો છે. જો તમે કોઈ વ્યવસાયમાં છો, તો તમારી પાસે અસ્થાયી સંસાધન સમસ્યા હોઈ શકે છે.

લકી સાઈન– સોલ્ટ લેમ્પ

મિથુન રાશિ: 21 મે-21 જૂન

તમે લાંબા સમયથી કોઈ એવી વસ્તુ પર કામ કરી રહ્યા છો, જેનાથી તમને સારા પરિણામની અપેક્ષા હશે અને હવે તમને તેના પરિણામ મળવાની શરૂઆત થઈ શકે છે. જો તમે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં છો, તો તમને તમારા કાર્યને વિસ્તૃત કરવામાં મદદ કરવા માટે એક સારો સોદો સાંભળવા મળશે. નાના બિઝનેસ ગ્રુપને લોન મંજુરીઓ મળી શકે છે.

લકી સાઈન– નાઈટિંગેલ

કર્ક રાશિ- 22 જૂન-22 જુલાઇ

તમે કોઈ ધાર્મિક સ્થળની યાત્રા કરી શકો છો અથવા કોઈ ઋષિ અથવા સંન્યાસી કે સાધુને પણ મળી શકો છો, જે કોઈ ગહન પરંતુ દુર્લભ સલાહ અને શીખામણ આપી શકે છે. ટ્રિપ્સ અને મુસાફરી થવાની સંભાવના છે. નાની દલીલ મોટી ઝંઝટનું સ્વરૂપ લઈ શકે છે, તેથી આવા વાદ વિવાદોથી દૂર રહેવું.

લકી સાઈન– રોપવે

સિંહ રાશિ: 23 જુલાઈ- 22 ઓગસ્ટ

તમે કોઈ પ્રકારની ભૂમિકા અથવા ઑડિશનમાંથી પસાર થાવ તેવી સંભાવના છે. તમારા ભાગ્યમાં ઉન્નતિ થઈ શકે છે. ઘરેલું મોરચો હજુ પણ થોડો ઊંચો રહી શકે છે.

લકી સાઈન– ગોલ્ડન ગેટ

કન્યા રાશિ: 23 ઓગસ્ટ-22 સપ્ટેમ્બર

આજના દિવસની તમામ બાબતોનો આધાર તમારા વ્યવહાર અને વલણ પર રહેશે. આજના દિવસે તમને સારા મોકા મળી શકે છે. સારી તકો પહેલેથી જ તમારા માર્ગે આવી ગઈ છે અને તમારે તેને ગ્રેસફુલ રીતે સંભાળી અને યોગ્ય બનાવવાની જરૂર છે. પરિણામો તમારી અપેક્ષાઓથી થોડાં દૂર હોઈ શકે છે, પરંતુ તેને મોળવવા તમારા સમર્પણની જરૂર છે.

લકી સાઈન– સિલ્વર વાયર

તુલા રાશિ: 23 સપ્ટેમ્બર-23 ઓક્ટોબર

તમારા ઇરાદા તમારી માટે બધું જ છે. સારા હેતુ માટે સમર્પિત રહો અને બાકીનું તમામ ઈચ્છા અનુસાર પૂરું થશે. તમે અન્ય લોકો વિશે ઘણી બધી શંકાઓને આશ્રય આપો છો અને તેથી તે નકારાત્મકતા તમારા કાર્યના સરળ પ્રવાહને અવરોધે છે. પડોશીઓ તમારી અંગત બાબતમાં દખલ કરી શકે છે.

લકી સાઈન– ગ્લાસ ટમ્બલર

વૃશ્ચિક રાશિ: 24 ઓક્ટોબર – 21 નવેમ્બર

તમારું ધ્યાન ખરેખર તીક્ષ્ણ બની ગયું છે અને તમારું મન એકમત છે. તમારી આસપાસના લોકો તમારા સચેત વ્યવહારને કારણે થોડા વધુ પડતા સાવધાન છે, કારણ કે તમારો અભિગમ ખૂબ જ કેન્દ્રિત છે. તમારે તમારી ઈચ્છા મુજબના કાર્યો કરવા માટે આ સમયનો લાભ લેવો જ જોઈએ.

લકી સાઈન– ગ્રીન એવેન્ચરીન

ધન રાશિ: 22 નવેમ્બર – 21 ડિસેમ્બર

તમારે લોકો વિશે વધારે પડતી ટીકા કરવાનું બંધ કરવાની જરૂર છે. તમને તમારા પોતાના અનુભવો થયા હશે, પરંતુ જો તેનો ઉપયોગ લોકોના અંગત જીવનમાં દખલ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે તો તે યોગ્ય નથી. તમે ખરેખર ચિંતિત છો જો કે ચિંતામાં હોવા છતા સફળતા માટે તમારે બે ડગલા પાછળ જવાની જરૂર છે.

લકી સાઈન– લેક

મકર રાશિ: 22 ડિસેમ્બર – 19 જાન્યુઆરી

અસરકારક રીતે વાતચીત કરવા માટે તમારે લોકોનો થોડો વિશ્વાસ મેળવવો પડશે. કાર્યસ્થળ પર કેટલાક વરિષ્ઠ લોકો તમે જે પ્રકારે કાર્ય કરી રહ્યા છો, તેનાથી સંતુષ્ટ નહીં હોય. તમારી પાસે હાલમાં બે થી ત્રણ તકો હોઈ શકે છે, પરંતુ તેમાંથી કોઈ પણ શક્ય થાય તેવું લાગતું નથી.

લકી સાઈન– વ્હાઈટ કેન્ડલ

કુંભ રાશિ: 20 જાન્યુઆરી – 18 ફેબ્રુઆરી

માનસિક સ્વાસ્થ્ય અને સ્થિરતા અત્યારે ચિંતાનો વિષય બની શકે છે. તમારા મગજમાં ઘણા બધા વિચારો આવે છે અને મોટા સમયે તે જ ચાલતા રહે છે. તેના કારણે તમારે ખરેખર શું કરવાની જરૂર છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. તમારે તમારી ચિંતા પર નિયંત્રણ રાખવાની, તમારી જાતને કેન્દ્રમાં રાખવાની અને થોડી મેડિટેશનની પ્રેક્ટિસ કરવાની જરૂર છે.

લકી સાઈન– બ્લેક ટૂરમાઈલ

મીન રાશિ: 19 ફેબ્રુઆરી – 20 માર્ચ

તમારા દિલમાં ગમે તે બાબતો હોય તમારે શાંતિથી બેસીને તેને ઉકેલવાની જરૂર છે. નાની નાની વાતોને દિલમાં રાખવાથી અંતર જ વધશે. કોઈ વડીલ સલાહ તમારા માર્ગે આવી શકે છે જે કામમાં આવી શકે છે. તમે ટૂંક સમયમાં કોઈ ગેટ ટુગર અથવા લગ્ન સમારોહમાં હાજરી આપી શકો છો.

લકી સાઈન– રેડ સ્કાર્ફ

First published:

Tags: Dharm Bhakti, Horoscope, Numerology

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *