નાણાપ્રધાન સીતારામન ખૂબ મુશ્કેલ કામ સંભાળી રહ્યાં છે : રઘુરામ રાજન

0

[ad_1]

  • કોરોનાકાળમાં લોઅર મિડલ ક્લાસના લોકોએ ખૂબ વેઠવું પડયું હતું
  • અર્થતંત્રમાં અસલી ચિંતા લોઅર મિડલ ક્લાસ માટે હોવાનો પૂર્વ RBI ગવર્નરનો દાવો
  • રાહુલ ગાંધી પપ્પુ નહીં સ્માર્ટ નેતા છે

દાવોસમાં ચાલી રહેલી વર્લ્ડ ઇકોનોમિક ફોરમ સમિટ દરમિયાન ભારતીય રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને નાણાપ્રધાન નિર્મલા સીતારામન વિશે મોટી વાત કહી છે. એક ચેનલ સાથે વાતચીત દરમિયાન રાજને કહ્યું હતું કે સીતારામન એક ખૂબ જ મુશ્કેલ કામ સંભાળી રહ્યાં છે. ભાજપના નેતૃત્વ હેઠળની મોટાભાગની નીતિઓના ટીકાકાર રહેલા રાજને કહ્યું હતું કે સીતારામન એક મુશ્કેલ કાર્ય કરી રહ્યાં છે, તેવામાં તેમના કાર્યકાળને સારા કે ખરાબ તરીકે મૂલવવાનો મને કોઇ હક નથી. તેઓ સીતારામનને કયો રેન્ક આપશે તેમ પુછાતા રાજને કહ્યું હતું કે હું તેમને રેન્ક ન આપી શકું, મેં ક્યારેય તેમ નથી કર્યું. રાજને કહ્યું હતું કે તેઓ એક મુશ્કેલ કામ કરી રહ્યાં છે અને તેવામાં જે વ્યક્તિ કામ કરી રહી છે તેમને હું કોઇ રેન્કિંગ ના આપી શકું. રાજને કહ્યું હતું કે અસલી ચિંતા લોઅર મિડલ ક્લાસની છે. આ વર્ગ માટે અર્થતંત્રમાં સૌથી મોટી ચિંતા છે. અહીં રોજગારની કમી છે. મોટા બિઝનેસ સારું કરી રહ્યા છે. તેમણે પોતાના ઋણની ચુકવણી કોરોના વખતે પણ કરી હતી.

રાહુલ ગાંધી પપ્પુ નહીં સ્માર્ટ નેતા છે

પૂર્વ આરબીઆઇ ગવર્નરે રાહુલ ગાંધીની ભરપૂર પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે રાહુલ પપ્પુ નથી, તેઓ એક સ્માર્ટ નેતા છે. તેમના વિશે જે ધારણા બનેલી છે તે ખોટી છે. મેં રાહુલ ગાંધી સાથે એક દાયકો વાતચીતમાં કાઢયો છે અને તેઓ પપ્પુ બિલકુલ નથી બલકે તેઓ નવયુવાન, સ્માર્ટ અને જિજ્ઞાસુ વ્યક્તિ છે. તમને તમારી પ્રાથમિકતાની જાણ હોવી જોઇએ અને તેનું મૂલ્યાંકન કરવાની સમજ હોવી જોઇએ અને રાહુલ ગાંધી તેમ કરવા પૂર્ણ રીતે સક્ષમ છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *