રાજકોટમાં પ્રિકોશન ડોઝ માટે કોવિશિલ્ડ રસીનું અંતે આગમન

0

[ad_1]

Updated: Jan 16th, 2023


– કોરોનાના કેસો ઝીરો થતા લોકોનો રસ ઘટયો છે ત્યારે 

– શહેરના આરોગ્ય કેન્દ્રો પરથી પ્રિકોશન (ત્રીજા) ડોઝનું ફ્રી વેક્સીનેશન અંતે શરુ  કરાયું, 6500 ડોઝ ફાળવાયા

રાજકોટ: રાજકોટમાં કોરોનાના વધુ એક મોજાનો ભય થોડા સમય પહેલા ચીનમાં હાહાકાર સર્જાતા ગુજરાતમાં પણ સર્જાયો હતો ત્યારે લોકો પ્રિકોશન ડોઝ લેવા માટે સતત પૃચ્છા કરતા હતા. પરંતુ, ગુજરાતમાં કોરોનાના આ મોજાં, નવા વેરિયેન્ટની અસરો નહીં થતા અને રાજકોટમાં લાંબા સમયથી કોરોના કેસ ઝીરો થઈ ગયા છે ત્યારે આજે રાજકોટને કોવિશિલ્ડ રસીના ૬૫૦૦ ડોઝ મહાપાલિકાને ફાળવવામાં આવ્યા છે.

મહાપાલિકા દ્વારા આજથી જ ૨૨  આરોગ્ય કેન્દ્રો ઉપરથી તેમજ સિવિલ હોસ્પિટલ અને પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતેથી લોકોને આ ફ્રીરસી આપવાનું શરુ કરાયું છે અને આજે ૩૦૦થી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા. આ સ્ટોક જ્યાં સુધી છે ત્યાં સુધી રસીકરણ જારી રહેશે જેનો લાભ લેવા આરોગ્ય અધિકારી ડો.વિજય વાંકાણીએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે જેમણે કોવિશિલ્ડ રસીના બે ડોઝ લીધા હોય તે દરેક ત્રીજો ડોઝ લેવા પાત્રતા ધરાવે છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *