વૈશ્વિક અર્થતંત્રના ખરાબ દિવસો પૂરા : હળવી મંદીની આશંકા

0

[ad_1]


– વૈશ્વિક મધ્યસ્થ બેંકો ફુગાવો ડામવા કટિબદ્ધ, વ્યાજદરો ઊંચા રહેવાની ગણતરી : RBI

– ડેરિવેટિવ્ઝ માર્કેટમાં રિટેલ સેગમેન્ટની પહોંચમાં વધુ સુધારો કરવાની જરૂર ભારતની ચાલુ ખાતાની ખાધ ૨૦૨૨-૨૩માં આરામદાયક સ્થિતિમાં રહેશે

મુંબઇ: વર્ષ ૨૦૨૩માં વૈશ્વિક આર્થિક વૃદ્ધિમાં નોંધપાત્ર ઘટાડો થવાની સંભાવના છે પરંતુ વૈશ્વિક અર્થવ્યવસ્થાનો સૌથી ખરાબ તબક્કો, વૃદ્ધિ અને ફુગાવો બંનેની દ્રષ્ટિએ પાછળ હોવાનું જણાય છે તેમ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું. થોડા મહિના પહેલા, વૃદ્ધિમાં ઊંડી અને વધુ વ્યાપક મંદીની આશંકા હતી, પરંતુ હવે હળવી મંદીની વાત થઈ રહી છે.

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના તાજેતરના વૈશ્વિક આર્થિક અનુમાન મુજબ, ૨૦૨૩માં વૈશ્વિક અર્થતંત્રનો વિકાસ દર ૨.૭ ટકા રહી શકે છે, જે ૨૦૨૨માં ૩.૨ ટકા હતો. આરબીઆઈએ ડિસેમ્બરમાં કહ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ દર ૬.૮ ટકા રહી શકે છે.

વિવિધ દેશોમાં ફુગાવો ઘટવાથી, કેન્દ્રીય બેંકો દરમાં વધારો ઘટાડવા અથવા રોકી રહી હોવાનું જણાય છે, પરંતુ દાસે જણાવ્યું હતું કે વૈશ્વિક નાણાકીય સંસ્થા ફુગાવાને નિર્ધારિત લક્ષ્યોની નજીક લાવવા માટે કટિબદ્ધ છે. તેથી, પોલિસી દરો લાંબા સમય સુધી ઊંચા રહેવાની પણ શક્યતા છે. ભારતીય અર્થતંત્રની સંભાવનાઓ અંગે જણાવ્યું હતું કે પડકારજનક અને અનિશ્ચિત વૈશ્વિક વાતાવરણ વચ્ચે સ્થાનિક અર્થતંત્ર મજબૂત રહે છે.

દાસે નવેમ્બર અને ડિસેમ્બરમાં દેશમાં મોંઘવારી હળવી થવાનું સ્વીકાર્યું હતું પરંતુ ચેતવણી આપી હતી કે મુખ્ય ફુગાવો હજુ પણ ઊંચો છે. કન્ઝયુમર પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત ફુગાવો ડિસેમ્બરમાં ઘટીને ૫.૭૨ ટકા થયો હતો જે નવેમ્બરમાં ૫.૮૮ ટકા હતો.

ફાઇનાન્શિયલ માર્કેટની કામગીરી અંગે દાસે જણાવ્યું હતું કે પ્રગતિ છતાં કેટલાક પડકારો હજુ પણ છે. દાસના મતે, સેકન્ડરી માર્કેટમાં સરકારી બોન્ડની તરલતા માત્ર થોડી જ સિક્યોરિટીઝ અને લાંબી મેચ્યોરિટીવાળા બોન્ડમાં કેન્દ્રિત છે.

મની માર્કેટ પર, દાસે જણાવ્યું હતું કે જ્યારે મોટા ખેલાડીઓને ઓછા સ્પ્રેડનો લાભ મળી રહ્યો છે, ત્યારે રિટેલ ક્લાયન્ટને વાજબી અને પારદર્શક કિંમતો સુનિશ્ચિત કરવા માટે નિયમનકારી જરૂરિયાતો હોવા છતાં લાભ મળી રહ્યો નથી. બજારમાં, ખાસ કરીને ડેરિવેટિવ્ઝ માર્કેટમાં રિટેલ સેગમેન્ટની પહોંચમાં વધુ સુધારો કરવાની જરૂર છે. તેવી જ રીતે, રિટેલ રોકાણકારો માટે તરલતા સુનિશ્ચિત કરવા માટે સરકારી સિક્યોરિટીઝ માર્કેટમાં સુધારો કરવો પડશે.દાસે જણાવ્યું હતું કે ભારતની ચાલુ ખાતાની ખાધ ૨૦૨૨-૨૩માં આરામદાયક સ્થિતિમાં રહેશે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *