તળાજાના જુના શોભાવડ ગામનો ચકચારી બનાવ : વધુ એક વખત પોલીસ પ્રશાસન સામે આંગળી ચિંધાઈ
ભાવનગર: સપ્તાહ પૂર્વે દારૂ પકડાવ્યાની ફરિયાદ પાછી ખેંચી લેવા તળાજાના ચાર શખ્સની ધમકીથી ડરીને તળાજાના જુના શોભવડ ગામના યુવાને ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી છે. બનાવ અંગે તળાજા પોલીસમાં મૃતકના ભાઈએ ચાર શખસો વિરૂદ્ધ મરવા મજબૂર કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી
તળાજાના જ ચાર શખ્સોએ ઘરે આવી યુવાનને ફરિયાદ પરત ખેંચી લેવા દબાણ કર્યું હતું અન્યથા મારી નાંખવાની ધમકી આપી હતી ઃ ચાર સામે યુવાનના મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાઈ
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં સરાજાહેર દારૂ મળતો હોવાની વાત હવે સામાન્ય બની છે પરંતુ, દારૂના ધંધાર્થીઓ દ્વારા ધમકી આપી યુવાનને મજબૂર કર્યાની ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવતાં ભાવનગર શહેર અને જિલ્લામાં ચકચાર મચી છે.ભાવનગર શહેર અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાનું અસ્તિત્વ જ ન રહ્યું હોય તેવા બનેલાં ચકચારી બનાવની વિગત એવી છે કે, તળાજા તાલુકાના જુના શોભાવડ ગામમાં રહેતા દીપકભાઈ ખીમજીભાઇ સોસાએ ગત તા.