પાણી છાંટવા મામલે તકરાર-પિતા અને બે પુત્રનો યુવાન ઉપર હૂમલો

0

[ad_1]

Updated: Jan 17th, 2023


ગાંધીનગર નજીક ડભોડાની વસાહતમાં

ઘરે યુવાન પહોંચ્યો ત્યારે પત્નીએ પાડોશીની ફરિયાદ કરતા ઠપકો આપવા ગયો હતો

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા ડભોડાની વસાહતમાં ધાબા ઉપર પાણી
છાંટવાની બાબતમાં યુવાને પત્નીની ફરિયાદને પગલે પાડોસીને ઠપકો આપવા જતા તેણે અને
તેના બે પુત્રોએ યુવાન ઉપર હૂમલો કરીને માર માર્યો હતો ઘાયલ યુવાનને સારવાર માટે
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરિયાદના આધારે પોલીસે
ત્રણેય શખ્સો સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.

આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે, ડભોડામાં આવેલા
રામાપીર વસાહતમાં રહેતા વિક્રમભાઇ ચતુરભાઇ દંતાણીએ ફરિયાદ નોંધાવી હતી કે
, ગત રવિવારના રોજ
તેઓ તેમની પુત્રી સાથે ઘરે પહોંચ્યા ત્યારે તેમની પત્નીએ કહ્યું હતું કે
, બાજુમાં રહેતા
કનુભાઇ ચતુરભાઇ દંતાણી ધાબા ઉપર પાણી છાંટતા હતા અને તે મારી ઉપર ઉડતા મેં જોઇને
પાણી છાંટવા માટે કહ્યું હતું જેના પગલે તેમણે ગાળાગાળી કરી હતી જેના પગલે
વિક્રમભાઇ કનુભાઇને ઠપકો આપવા માટે ગયા હતા. જો કે
, કનુભાઇ ઉશ્કેરાઇ ગયા હતા અને ફેંટ પકડીને માર મારવા લાગ્યા
હતા ત્યાર બાદ તેમના બે પુત્ર સુનિલ અને વિશાલપણ ત્યાં આવી ગયા હતા જેમણે પણ
વિક્રમભાઇ ઉપર હૂમલો કર્યો હતો. આ મારામારીને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા
અને વિક્રમભાઇને વધુ મારમાંથી બચાવી લીધા હતા. જતા જતા આ શખ્સોએ હવે પછી તકરાર
કરીશ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. ઘાયલ વિક્રમભાઇને સારવાર માટે
ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં પોલીસે તેમની ફરિયાદને ાધારે
ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *